ભાંગી પડ્યો પરિવાર: ગોઝારા અકસ્માતમાં એક સાથે ચાર લોકોના દર્દનાક મોત- ‘ઓમ શાંતિ’

ઉત્તર પ્રદેશ(Uttar Pradesh)ના બસ્તી(Basti Road Accident) જિલ્લામાંથી એક માર્ગ અકસ્માત(Accident)ના સમાચાર સામે આવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે ઉત્તર પ્રદેશના બસ્તી જિલ્લામાં આ દર્દનાક અકસ્માતમાં એક જ પરિવારના ચાર લોકોના મોત થયા છે, જ્યારે કારમાં સવાર ત્રણ લોકો ઘાયલ થયા છે. આ દરમિયાન અકસ્માતની માહિતી મળતા જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને કલાકોની જહેમત બાદ મૃતકો અને ઘાયલોને બહાર કાઢવામાં આવ્યા હતા. આ સાથે એમ્બ્યુલન્સની મદદથી ગંભીર રીતે ઘાયલ લોકોને સારવાર માટે સ્થાનિક હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. કપ્તાનગંજના ઈન્ચાર્જ ઈન્સપેક્ટર સતેન્દ્ર કુંવરે જણાવ્યું કે, ઘાયલોને સારવાર માટે લખનઉ રિફર કરવામાં આવ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, કપ્તાનગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના નેશનલ હાઈવે પર એક સ્પીડમાં આવતી કાર અનિયંત્રિત થઈને અજાણ્યા વાહન સાથે અથડાઈ હતી અને વાહનોની ટક્કર એટલી ઝડપથી થઈ હતી કે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. તો તે જ સમયે, અકસ્માતમાં માર્યા ગયેલા લોકો ગોરખપુરના પાદરી બજારના રહેવાસી હોવાનું કહેવાય છે. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે આ અકસ્માતની તપાસ હાથ ધરી છે.

સીએમ યોગીએ બસ્તીમાં માર્ગ અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું:
ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે બસ્તી જિલ્લામાં થયેલા માર્ગ અકસ્માતમાં થયેલા જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. મૃતકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરતા મુખ્યમંત્રીએ શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીએ જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓને ઘાયલોને યોગ્ય સારવાર આપવાના નિર્દેશ આપ્યા છે.

મળતી માહિતી મુજબ આ ઘટનામાં રવિ શ્રીવાસ્તવ (40), વંદના શ્રીવાસ્તવ (70), રતન શ્રીવાસ્તવ (35) અને કારના ડ્રાઈવરનું મોત નીપજ્યું હતું. જ્યારે કારની પાછળ બેઠેલા ડો.ઓમ નારાયણ (78) અને પ્રણવ શ્રીવાસ્તવ (14), વૈષ્ણવી (8)ને ગંભીર ઈજાઓ થતાં તમામ કારમાં ફસાઈ ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *