અંધશ્રદ્ધામાં વિશ્વાસ કરનાર લોકો માટે લાલબતી સમાન કિસ્સો: કોરોનાથી સ્વાદ-સુગંધ ન આવતા યુવક સાથે કર્યું એવું કે…

હાલમાં ગુજરાતમાં કોરોનાના કેસ ખુબ જ ઝડપથી વધી રહ્યા છે. આ ઉપરાંત આજકાલના લોકો અંધશ્રદ્ધા પાછળ દોટ મૂકી રહ્યા છે. અંધશ્રદ્ધામાં લોકો શું કરી બેસે…

હાલમાં ગુજરાતમાં કોરોનાના કેસ ખુબ જ ઝડપથી વધી રહ્યા છે. આ ઉપરાંત આજકાલના લોકો અંધશ્રદ્ધા પાછળ દોટ મૂકી રહ્યા છે. અંધશ્રદ્ધામાં લોકો શું કરી બેસે તેની પણ ખબર નથી રહેતી. ત્યારે આજરોજ આવી જ એક ઘટના ગુજરાતના વલસાડમાંથી સામે આવી છે.

હાલમાં ગુજરાતમાં કોરોનાના કેસ ખુબ જ ઝડપથી વધી રહ્યા છે. જેને કારણે વેક્સિન મુકવામાં આવી રહી છે. વલસાડમાં સૌથી ઓછું વેક્સિનેશન કપરાડા-ધરમપુરમાં થઇ રહ્યું છે. અજ્ઞાનતા અને અફવાને કારણે વેક્સિન માટે કોઇ આગળ આવતું નથી, ત્યારે દાનહના મોરખલ પાસે ફલાંડીમા ગામનો એક દર્દી સંક્રમિત થયો હતો.

યુવકનો કોરોના રીપોર્ટ પોઝીટીવ હોવાથી સ્વાદ અને સુગંધ ન આવતાં કોરોનાનાં લક્ષણો જોવા મળ્યાં હતાં. યુવકને કોરોનાના લક્ષણો હોવા છતાં પરિવારના સભ્યોએ તબીબની સલાહ લીધી ન હતી અને ત્યાં એક ભૂવાની પાસે સારવાર માટે લઈ ગયા હતા.

ભૂવાએ દર્દીના જીભ અને કપાળ પર ડામ મૂક્યા હતા, પરંતુ આખરે દર્દીનું મોત થયું હતું. વલસાડના કપરાડા અને ધરમપુરમાં તબીબી સારવાર લેવાની જગ્યાએ કોરોના મહામારીમાં ગરીબ આદિવાસી પરિવારો ભૂવા પાસે જઇ રહ્યા છે. શુક્રવારે ઉમરગામના સરપંચોની બેઠકમાં મંત્રી રમણલાલ પાટકરે પણ આદિવાસી વિસ્તારમાં કોરોનાથી સંક્રમિત લોકોને સારવાર મળે તે માટે સૂચનો કર્યા હતાં. સંક્રમણ રોકવા સાચી માહિતી આપવા માટે સરપંચોને ટકોર કરી હતી.

2 યુવાનોને ડામ અપાયા પણ સારવાર ન મેળવી
​​​​​​ફલાંડીમા ગામનો 25 વર્ષીય યુવાનને તબીબી સારવાર લીધા વગર ભૂવા પાસે સારવાર લેતાં તેનું મોત થયું છે. કપરાડામાં આ પ્રથા બંધ થવી જોઇએ. આદિવાસીઓએ હવે જાગ્રત થવું પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *