Drugs in Surat: ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (ATS) એ સુરત શહેરની હદમાં એક ‘મેફેડ્રોન’ (નાર્કોટિક્સ) મેન્યુફેક્ચરિંગ યુનિટનો પર્દાફાશ કર્યો છે અને રૂ. 51.4 કરોડનું ડ્રગ્સ(Drugs in Surat) અને કાચો માલ જપ્ત કર્યો છે. એક અધિકારીએ ગુરુવારે જણાવ્યું હતું કે ચાર કિલોગ્રામ મેફેડ્રોન અને 31.4 કિલોગ્રામ કાચો માલ મળી આવ્યો છે. ATSએ એક રિલીઝમાં જણાવ્યું હતું કે આ સંબંધમાં સુનિલ યાદવ, વિજય ગજેરા અને હરેશ કોરાટની ધરપકડ કરવામાં આવી છે.
ડ્રગ્સના મેન્યુફેક્ચરિંગ યુનિટનો પર્દાફાશ
તપાસમાં જાણવા મળ્યું કે ત્રણેયે સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કારેલી ગામમાં એક ઔદ્યોગિક એકમ રૂ. 20,000 માસિક ભાડે રાખ્યું હતું, જ્યાં તેઓ વિવિધ ઘટકોનો ઉપયોગ કરીને મેફેડ્રોનનું ઉત્પાદન કરતા હતા. રિલીઝમાં જણાવાયું છે કે એટીએસના અધિકારીઓને તાજેતરમાં માહિતી મળી હતી કે યાદવ, ગજેરા અને કોરાટ કારેલી સ્થિત એકમમાં મેફેડ્રોનનું ઉત્પાદન કરીને મુંબઈના રહેવાસી સલીમ સૈયદને વેચવામાં સામેલ હતા.
બુધવારે ઘણી જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા હતા
માહિતીના પગલે, એટીએસની ટીમે બુધવારે રાત્રે કારેલીના દર્શન ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં યુનિટ પર દરોડો પાડ્યો હતો અને યાદવ અને ગજેરાને સ્થળ પરથી ધરપકડ કરી હતી, જ્યારે કોરાટની જૂનાગઢના એક સ્થળેથી વહેલી સવારે ધરપકડ કરવામાં આવી હતી,
એમ રિલીઝમાં જણાવાયું છે. ATSએ દરોડા પછી યુનિટને સીલ કરી દીધું હતું, જ્યાંથી રૂ. 51.4 કરોડની કિંમતનો ચાર કિલોગ્રામ મેફેડ્રોન અને 31.4 કિલોગ્રામ કાચો માલ મળી આવ્યો હતો, એમ રિલીઝમાં જણાવાયું હતું.
માલિકની પણ પૂછપરછ થશે
ATSના DySP એસ.એલ ચૌધરીએ જણાવ્યું હતું કે રેડ દરમિયાન 3 આરોપી ઝડપી પડ્યા હતા. આરોપીઓ એક મહિનાથી મેફેડ્રોન બનાવતા હતા. આરોપીઓએ 4 કિલો મુંબઈના શખસને આપ્યું હતું. જેનો શેડ ભાડે રાખ્યો હતો તે માલિકની પણ પૂછપરછ કરવામાં આવશે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App