ગુજરાત ATS ટીમને મોટી સફળતા: ભોપાલથી ઝડપ્યું 18140000000 રૂપિયાનું ડ્રગ્સ

Gujarat ATS seized drugs: ગુજરાતની એટીએસ અને દિલ્હી એનસીબીએ સંયુક્ત કાર્યવાહી કરતાં એમડી ડ્રગ્સ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. જેમાં ભોપાલમાંથી ડ્રગ્સની ફેક્ટરી પકડાઈ છે, જેમાંથી MD ડ્રગ્સનો મસમોટો જથ્થો ઝડપાયો છે. આ જથ્થાની કિંમત અંદાજે રૂ.1814 કરોડ હોવાનું (Gujarat ATS seized drugs) જાણવા મળ્યું છે. સાથે આ કેસમાં બે આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે. ત્યારે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આ મામલે ‘X’ પર પોસ્ટ કરીને માહિતી આપી હતી.સાથે જ એજન્સીને પણ અભિનંદન પાઠવ્યા હતા.

MP નાં ભોપાલમાં ગુજરાત ATS અને NCB નું સર્ચ ઓપરેશન
ગુજરાત ATS દ્વારા ફરી એકવાર મોટી કાર્યવાહી કરવામાં આવી છે. બાતમીનાં આધારે ગુજરાત ATS અને NCB એ સાથે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ સર્ચ ઓપરેશન મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં હાથ ધરાયું હતું, જે હેઠળ ડ્રગ્સની ફેક્ટરી ઝડપાઈ હતી. આ ફેક્ટરીમાં તપાસ કરતા ATS અને NCB ની ટીમને MD ડ્રગ્સનો મસમોટો જથ્થો મળી આવ્યો હતો.

રૂ. 1814 કરોડનાં ડ્રગ્સ સાથે 2 શખ્સની ધરપકડ
પ્રાથમિક અહેવાલ અનુસાર, આ MD ડ્રગ્સનાં જથ્થાની અંદાજિત કિંમત રૂ. 1814 કરોડ હોવાનું જાણવા મળ્યું છે. આ ઓપરેશનમાં ATS અને NCB ની ટીમે બે આરોપીઓની ધરપકડ પણ કરી છે. સાથે જ ફેક્ટરીમાંથી MD ડ્રગ્સ બનાવવા માટેની તમામ સામગ્રી પણ જપ્ત કરવામાં આવી છે. આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતાઓ સેવાઈ છે. જણાવી દઈએ કે, આ અંગે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ ટ્વીટ કરી માહિતી આપી છે અને ગુજરાત ATS અને NCB ની કામગીરીને બિરદાવી છે.

હર્ષસંઘવીએ આ કામગીરીને બિરદાવી
રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ‘X’ પર પોસ્ટ કરીને લખ્યું કે, ડ્રગ્સની હેરાફેરી અને દાણચોરીના ગુનાને દૂર કરવાના પોલીસના અથાગ પ્રયાસોનું આ પરિણામ છે. તેમના સહયોગથી આપણા સમાજના સ્વાસ્થ્ય અને સુરક્ષા જળવાઈ રહી છે. અમારી લૉ એન્ફોર્સમેન્ટ એજન્સીઓનું સમર્પણ ખરેખર પ્રશંસનીય છે. ચાલો ભારતને સૌથી સુરક્ષિત અને સ્વસ્થ રાષ્ટ્ર બનાવવાના તેમના મિશનમાંને સમર્થન આપવાનું ચાલુ રાખીએ!’