ફટાકડાઓથી ભરેલી દુકાનમાં થયો મોટો બ્લાસ્ટ; જુઓ LIVE વિડીયો

Firecracker shop Blast: બજારમાં દિવાળીની તૈયારી શરૂ થઈ ચૂકી છે. દુકાનોમાં ફટાકડા વેચાણ માટે મુકાઈ ચૂક્યા છે એવામાં તમામ દુકાનદારો ને વધુ સતર્ક રહેવાની જરૂર છે. એવામાં તેલંગાણા ની રાજધાની હૈદરાબાદમાં ફટાકડાની એક દુકાનમાં આગ (Firecracker shop Blast) લાગવાની ઘટના સામે આવી છે. આગ એવી લાગી કે એક પછી એક ધમાકા થવા લાગ્યા.

આવો છે મામલો
હૈદરાબાદના સુલતાન બજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં દિવાળી માટે ખોલવામાં આવેલી એક ફટાકડાની દુકાનમાં આગ લાગી ગઈ. ધીમે ધીમે આ આ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ફટાકડાઓ એક પછી એક ફૂટવા લાગ્યા. આગ લાગવાને કારણે દુકાન માલિક અને કર્મચારીઓ ડરના માર્યા થડ પરથી ભાગી ગયા. આગ એટલી બધી વિકરાળ બની ગઈ કે બાજુમાં ઊભેલી મોટરસાયકલ માં પણ આગ લાગી ગઈ.

ઘટના સ્થળ પર પહોંચ્યું અગ્નિશામક દળ
આગ લાગવાની ઘટનાની જાણકારી મળતા જ સુલતાન બજાર પોલીસે તરત જ ઘટના સ્થળ પર પહોંચી અગ્નિશામક વિભાગને જાણકારી આપી. અગ્નિશામક વિભાગની ગાડીઓ તરત ઘટના સર પર પહોંચી અને આગ ઓલવવામાં લાગી ગઈ. વિસ્તારમાં સતત થઈ રહેલા ઘમાકાઓને કારણે તણાવનો માહોલ બની રહ્યો છે. પોલીસ પ્રશાસન તરફથી દુકાનદારોને સાવધાની રાખવાની સૂચના આપવામાં આવી છે.

કલમ 144 લાગુ
એક તરફ આ દુર્ઘટના ઘટી છે તો બીજી તરફ હૈદરાબાદ પોલીસે 27 ઓક્ટોબર 2024 થી 1 મહિના માટે હૈદરાબાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કલમ 144 લાગુ કરી છે. કહેવામાં આવ્યું છે કે કોઈ સંગઠન કે પાર્ટી ધારણા અને વિરોધ પ્રદર્શન કરીને હૈદરાબાદ શહેરની સાર્વજનિક શાંતિ અને વ્યવસ્થા ને પ્રભાવિત કરી શકે છે. તેના લીધે ધારા 144 લગાવવામાં આવી છે.