ગઈકાલે દિલ્લી સરકારે દિલ્હી વાસીઓને રાહત આપતા સોમવારે કોરોના RT-PCR ટેસ્ટના ભાવ 800 સીમિત કરવાનો નિર્ણય કર્યો હતો. હવે દિલ્લીની કેજરીવાલ સરકાર બાદ ગુજરાતની ભાજપ સરકારે આરટી-પીસીઆર ટેસ્ટ રેટ ઘટાડીને 800 રૂપિયા કરી દીધો છે. (big update on corona test rates in gujarat) મંગળવારે ગુજરાતના ઉપ મુખ્યમંત્રી નિતિન પટેલે આ માહિતી આપીને જણાવ્યુ કે કોરોના RT-PTR ટેસ્ટની કિંમત ખાનગી પ્રયોગશાળાઓમાં 800 રૂપિયા નિર્ધારિત કરવામાં આવી છે. વળી, જો તે ઘરે આવીને સેમ્પલ કલેક્ટ કરે તો તેના માટે ટેસ્ટની કિંમત 1100 રૂપિયા રાખવામાં આવી છે.
આ પહેલા ગુજરાતમાં ખાનગી લેબ તરફથી આરટી-પીસીઆર ટેસ્ટ માટે 1,500 રૂપિયા ચાર્જ વસૂલ કરવામાં આવતો હતો. જો લેબકર્મી ઘરે આવીને સેમ્પલ લઈ જાય તો 2,000 રૂપિયા ચાર્જ વસૂલ કરવામાં આવતો હતો. સરકારની નવી જાહેરાતથી કોરોનાનો ટેસ્ટ કરાવવા માંગતા લોકોને રાહત મળશે. સાથે જ ઓછી કિંમત હોવાથી વધારે લોકો તેનો લાભ પણ લેશે.
ખાનગી લેબ ઉપરાંત સરકાર તરફથી કોરોના અંગેનો ફ્રી ટેસ્ટ ચાલુ છે. આ માટે વિવિધ શહેરમાં સરકાર તરફથી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સરકાર તરફથી નક્કી કરવામાં આવેલા સ્થળો પર જે તે વ્યક્તિ જઇને ફ્રી ટેસ્ટ પણ કરાવી શકે છે.
સોમવારે રાજ્યમાં કોરોના વાયરસના 1,502 નવા કેસ નોંધાયા છે. સૌથી વધુ ચિંતાજનક સ્થિતિ અમદાવાદની છે. અમદાવાદમાં સતત 300 ઉપર કેસ આવી રહ્યા છે. સોમવારે શહેરમાં 291 અને જિલ્લામાં 21 કેસ નોંધાયા છે. રાજ્યમાં વધુ 20 દર્દીનાં કોરોનાથી મોત થયા છે. રાજ્યમાં અત્યારસુધીમાં કોવિડના કારણે કુલ 2,09,870 દર્દીઓ સંક્રમિત થઈ ચુક્યા છે. આ સાથે જ અમદાવાદમાં કેસનો કુલ આંકડો 50,000ને પાર થઈ ગયો છે.
જોકે દેશની વાત કરીએ તો ભારતમાં એક તરફ 24 કલાકમાં કરવામાં આવતા કોરોના ટેસ્ટિંગની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને બીજી તરફ સંક્રમિત લોકોની સંખ્યામાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. મંગળવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 31,118 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 482 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 94,62,810 થઈ ગઈ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle