ધો.9 થી 12 ના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર: સપ્ટેમ્બરની આ તારીખથી ખુલશે શાળાઓ -જાણો શું રહેશે ગાઈડલાઈન

હાલમાં સમગ્ર રાજ્યમાં કોરોના વાઈરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં કોરોનાના કેસ વધતા માર્ચ મહિના માંથી જ શાળા અને કોલેજોમાં રજા આપવામાં આવી હતી. પરંતુ હવે તેને તબક્કાવાર ખોલવા વિચારણા ચાલી રહી છે. હાલમાં મળતી માહિતી અનુસાર, ધોરણ 9 થી 12 માટે 21 સપ્ટેમ્બરથી શાળાઓ ખુલશે. જોકે વાલીઓની લેખિત મંજૂરી લેવામાં આવશે. અને બે વિદ્યાર્થીઓ વચ્ચે 6 ફૂટનું અંતર રખાશે. તબક્કાવાર કલાસ ચાલે તે મુજબ આયોજન કરવા શાળા સંચાલકો સાથે શરતો રાખવામાં આવશે. હાલમાં મળતી માહિતી અનુસાર, સરકારે આ અંગે SOP રેડી કરી છે. બીજીતરફ ઓનલાઈન શિક્ષણની કામગીરી યથાવત રહેશે.

આજ રોજ આરોગ્ય મંત્રાલયની સ્ટાંડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) મુજબ વિદ્યાર્થીઓએ શાળાએ જવુ કે નહીં તે વિદ્યાર્થીઓ પર નિર્ભર રહેશે. હાલમાં બહાર પાડવામાં આવેલ નવી ગાઈડલાઈન પ્રમાણે શાળામાં વિદ્યાર્થીઓ વચ્ચે ઓછામાં ઓછું 6 ફૂટનું અંતર હોવુ અનિવાર્ય રહેશે. ફેસ કવર કે માસ્ક લગાવવું પણ ફરજીયાત રખાયું છે. જ્યારે કંટેનમેન્ટ ઝોનમાં આવેલી શાળાઓને ખોલવા માટે અને ત્યાં રહેતા વિદ્યાર્થીઓ, શિક્ષકોને સ્કૂલ જવા મંજુરી આપવામાં આવશે નહીં. હાલમાં બહાર પાડવામાં આવેલ ગાઈડલાઈન અનુસાર, શાળા વધુમાં વધુ 50 ટકા ટીચિંગ અને નોન ટીચિંગ સ્ટાફને ઓલનાઈન ટીચિંગ, ટેલી કાઉન્સિલિંગ અને તેની સાથે જોડાયેલા અન્ય કામો માટે બોલાવી શકશે. જયારે સગર્ભા અને મોટી ઉંમરના શિક્ષક કે કર્મચારીઓને સ્કૂલે બોલાવી શકાશે નહીં.

હાલમાં બહાર પાડવામાં આવેલ નવી ગાઈડલાઈન અનુસાર, વિદ્યાર્થીઓને ભેગા થવા, એસેમ્બલી હોલ અને રમત-ગમત જેવી પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ યથાવત રહેશે. અને ઈમરજન્સીની સ્થિતિમાં સંપર્ક કરી શકાય તે માટે શાળામાં રાજ્ય હેલ્પલાઈન નંબર ઉપરાંત સ્થાનિક સ્વાસ્થ્ય અધિકારીઓના નંબર પણ જાહેર કરવાના રહેશે. જે શાળાઓનો ઉપયોગ ક્વોરન્ટાઇન સેન્ટર તરીકે થયો હતો તેને પણ શરૂ કરતાં પહેલા સેનેટાઈઝ કરવાના નિર્દેશ છે. તમામ શાળાઓને હાઈપોસ્લોરાઈડ સોલ્યૂશનથી સેનેટાઈઝ કરવા કહેવાયું છે.

વિદ્યાર્થીઓએ ધ્યાન રાખવાની બાબતો

ફેસ માસ્ક પહેરવું પડશે

બે લોકો વચ્ચે 6 ફૂટનું અંતર રાખવું પડશે

બાળકો પોતાની ઈચ્છાથી જ સ્કૂલે જશે. પરંતુ વાલીઓએ લેખિતમાં સહમતી આપવી પડશે

સ્પોર્ટ્સ એકિટવિટી અને એસેમ્બલી પર કડક પ્રતિબંધ રહેશે

એસી લાગેલું હશે તો તેનું તાપમાન 24 થી 30 વચ્ચે રહેશે

એસીમાં હ્યુમિડિટી લેવલ 40 થી 70 ટકા રાખવું.

ગમે ત્યાં થૂકી નહીં શકે

થોડી-થોડીવાર પછી હાથ ધોવા પડશે

ઓનલાઈન અભ્યાસની પરવાનગી ચાલુ રહેશે, તેને પ્રોત્સાહન અપાશે

કન્ટેનમેન્ટ ઝોન બહારની સ્કૂલો જ ખોલવાની પરવાનગી અપાશે

સ્કૂલે જનાર વિદ્યાર્થી, શિક્ષક અને સ્ટાફે કન્ટેનમેન્ટ ઝોનમાં જવાથી બચવું પડશે

વિદ્યાર્થી પુસ્તકો, અભ્યાસ સામગ્રીની કોપી, પેન્સિલ, પેન, વોટર બોટલ જેવી સામગ્રી એક-બીજાની સાથે આપ-લે કરી શકશે નહીં

શિક્ષકો, કર્મચારીઓને ફેસ માસ્ક, હેડ સેનિટાઈઝર, ઉપલબ્ધ કરાવવાની જવાબદારી સ્કૂલ મેનેજમેન્ટની રહેશે

સાફ-સફાઈ સાથે સંકળાયેલા કર્મચારીને થર્મલ ગન, ડિસ્પોઝલ પેપર ટોવેલ, સાબુ આપવાના રહેશે

શાળા માટેની ગાઈડલાઈન

વિદ્યાર્થીઓ માટે અભ્યાસ માટે અલગ-અલગ ટાઈમ સ્લોટની વ્યવસ્થા કરવાની રહેશે

કલાસરૂમને બદલે બહાર ખુલ્લામાં અભ્યાસ કરી શકાય છે

ઓનલાઈન અને ડિસ્ટન્સ ર્લનિંગની વ્યવસ્થા કરવી પડશે

શાળા ખોલવામાં આવે તે અગાઉ સ્કૂલ કેમ્પસ, કલાસરૂમ, લેબોરેટરી, વર્ગખંડો, બાથરૂમને સેનિટાઈઝ કરવાના રહેશે

જે શાળા કવોરેન્ટિન સેન્ટર તરીકે ફાળવવામાં આવી હતી તેને વધારે સાવચેતી અને કાળજી સાથે સેનિટાઈઝ કરવાની રહેશે

50 ટકા ટીચિંગ અને નોન ટીચિંગ સ્ટાફને ઓનલાઈન ટીચિંગ તથા ટેલિ કાઉન્સિંલિંગ માટે શાળા બોલાવી શકાશે

વિદ્યાર્થીઓ માટે બાયોમીટ્રીક એટેન્ડેન્સને બદલે કોન્ટેકટલેસ એટેન્ડેન્સની વ્યવસ્થા કરવી પડશે

એક લાઈનમાં જમીન પર 6 ફૂટ અંતર પર ર્માકિંગ કરવાનું રહેશે. આ વ્યવસ્થા શાળાની અંદર અને બહારની જગ્યા પર હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *