Murder Live Video: બિહારના ગયા જિલ્લામાં હૈયુ ધ્રુજાવી દેનારી વારદાત સામે આવી છે. એક તિલક સમારોહમાં ઓરકેસ્ટ્રા ડાન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. તે સમયે સ્ટેજ (Murder Live Video) પર ઘણી છોકરીઓ નાચી રહી હતી. ત્યારે સ્ટેજ પર ચડેલા યુવકની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી છે. યુવકની હત્યાનો લાઈવ વીડિયો પણ સામે આવ્યો છે.
મનોરંજન માટે ગોઠવવામાં આવ્યો હતો ઓરકેસ્ટ્રા
છોકરીઓના નાચગાન વચ્ચે યુવકની હત્યા કરવાનો મામલો બિહારના ગયાના કોંચ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયો હતો. જ્યાં એક તિલક સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન મહેમાનોના મનોરંજન માટે ઓર્કેસ્ટ્રા ડાન્સ પણ રાખવામાં આવ્યો હતો.
દોસ્તના સમારોહમાં આવ્યો હતો યુવક
આ દરમિયાન એક યુવક મંચ પર ચડી છોકરીઓ સાથે નાચી રહ્યો હતો અને પૈસા ઉડાવી રહ્યો હતો, તેવા ભીડમાંથી અપરાધીઓએ ગોળી મારી યુવકની હત્યા કરી દીધી હતી. મૃતક યુવકની ઓળખ અંજનીકુમારના રૂપે થઈ છે. તે પોતાના મિત્રના તિલક સમારોહમાં ગયો હતો. આ ઘટના સોમવારની મોડી રાત્રે 3:00 વાગ્યે બની હતી.
લાખને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી
આ ઘટના વિશે એસ.પી રામાનંદ કુમાર કૌશલ્ય જણાવ્યું હતું કે ઘટના કોંચ પોલીસ પહોંચી હતી. ત્યારબાદ ઘટના સરકાર બેરીકેડિંગ કરાવવામાં આવ્યું હતું. લાશને પોતાના કબજામાં લઇ પોસ્ટમોર્ટમ માટે મેડિકલ કોલેજમાં મોકલી દેવામાં આવી છે.
तिलक समारोह में युवक की हत्या: मंच पर मारी गोली, अपराधी फरार #Firing #Gaya
गया। कोंच थाना क्षेत्र के तुतुरखी गांव में एक तिलक समारोह के दौरान युवक की गोली मारकर हत्या कर दी गई। मृतक की पहचान कोंच के पाली गांव निवासी 27 वर्षीय अंजनी कुमार के रूप में हुई है। pic.twitter.com/PNX8qlqVPz
— Utkarsh Singh (@utkarshs88) February 4, 2025
આરોપીઓની શોધખોળ કરી રહી છે પોલીસ
પોલીસે કહ્યું કે ઘટનામાં સામેલ આરોપીઓની ધરપકડ માટે એક ખાસ ટીમ બનાવવામાં આવી છે. સાથે જ FSL અને ટેકનિકલ ટીમને પણ ઘટના સ્થળે મોકલવામાં આવી છે. પોલીસ અધિકારી રામાનંદ કુમાર કૌશલ્ય જણાવી કે ટૂંક સમયમાં જ આ ઘટનાના આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવશે. તેના માટે બધા સ્થળોએ શોધખોળ ચાલી રહી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો:
- Trishul News Gujarati iPhone App