બિહારમાં હિસુઆના ભાજપના ધારાસભ્ય અનિલસિંહ કોરોના ને કારણે લાગુ કરાયેલા લોકડાઉનનો ભંગ કરીને પોતાના પુત્રને કોટા થી પટના લઈ આવ્યા. જ્યારે તે જ કોટામાં ફસાયેલા વિદ્યાર્થીઓને પાછા લાવવાના ઉત્તરપ્રદેશ સરકારના નિર્ણયને મુખ્યમંત્રી નીતીશ કુમારે એક ભૂલ ગણાવી છે. બીજેપી એમ.એલ.એના આ કૃત્યની જાણકારી મળતા બિહારની રાજનીતિ ગરમાઈ ગઈ છે.
જાણકારી મુજબ ધારાસભ્ય એ આ માટે સદર અનુ મંડળ કાર્યાલય પાસેથી અનુમતિ લેવા આવેદન આપ્યું હતું. 15 એપ્રિલના રોજ મંજુરી પત્ર મળતાં, 16 એપ્રિલે સવારે તેઓ પોતાના વાહનથી કોટા જવા માટે નીકળી ગયા. અનુ મંડળ કાર્યાલય પાસેથી મળેલા આદેશ પત્ર નો ફોટો વાયરલ થતાં મામલો ગરમાયો છે. પ્રશ્ન ઊભો થાય છે કે જ્યારે મુખ્યમંત્રી પોતે નિવેદન આપતા હોય કે કોટામાં ફસાયેલા બાળકોને પરત લાવવા થી લોકડાઉન ઉલ્લંઘન થાય છે તો આ લોકડાઉન નો ભંગ નથી?
આ મામલામાં ધારાસભ્ય કહ્યું છે કે તેઓ પોતે જવાબદાર વ્યક્તિ છે. તેઓ પ્રધાનમંત્રીને મુખ્યમંત્રીના આદેશો-નિર્દેશો ની કદર કરે છે. આ સંબંધમાં મુખ્યમંત્રી નીતીશકુમાર ૧૭ એપ્રિલના રોજ નિવેદન આપ્યું છે. ત્યાર બાદની પરિસ્થિતિ હોત તો હું તેમના નિર્દેશોનું કડક પણે પાલન કરત, પરંતુ પુત્રની તબિયત અચાનક ખરાબ થઈ ગઈ હોવાને કારણે મારે તેને પાછો લાવવા જવું પડ્યું. આ માટે મેં સદર અનુ મંડળ કાર્યાલય પાસેથી વિધિવત રીતે અનુમતિ માંગી હતી. આમાં મુખ્યમંત્રીના આદેશ અને નિર્દેશોને ઉલ્લંઘનનો કોઈ પ્રશ્ન જ ઉભો નથી થતો.
कोटा में फँसे बिहार के सैकड़ों बच्चों की मदद की अपील को @NitishKumar ने यह कहकर ख़ारिज कर दिया था कि ऐसा करना #lockdown की मर्यादा के ख़िलाफ़ होगा।
— Prashant Kishor (@PrashantKishor) April 19, 2020
अब उन्हीं की सरकार ने BJP के एक MLA को कोटा से अपने बेटे को लाने के लिए विशेष अनुमति दी है। नीतीश जी अब आपकी मर्यादा क्या कहती है? pic.twitter.com/mGy9v0MHQS
ધારાસભ્ય કહ્યું કે પાંચ માળની બિલ્ડિંગ ના દરેક વિદ્યાર્થી પાછા આવી ચૂક્યા હતા. સંભવત આ કારણે મારો પુત્ર માનસિક દબાવવામાં આવી ગયો હતો અને તેની તબિયત ખરાબ થઈ ગઈ હતી. આમ છતાં હું પૂરી રીતે થર્મલ સ્કેનિંગ કરાવીને મારા પુત્રને ત્યાંથી લઈ આવ્યો છું. ઘર વાપસી બાદ ફરીથી થર્મલ સ્કેનિંગ કરાવીને તેને હોમ ક્વારન્ટાઇન કર્યો છે. તેમણે કહ્યું કે સ્વાસ્થ્યનાં કારણોસર અવર જવર કરનાર હું એકલો વ્યક્તિ નથી, 700 લોકોને અનુમતિ પ્રાપ્ત થઈ ચૂકી છે. પરંતુ ફક્ત મારા જ મામલાને વિવાદિત બનાવવાની કોશિશ કરવામાં આવી રહી છે.
ભાજપાના નેતાઓને કદાચ લોકડાઉન સમજાતું જ નથી લાગતું. આવી જ એક ઘટના ગુજરાતમાં પણ બની છે. પોરબંદરના સાંસદ રમેશ ધડુક દ્વારા પણ લોકડાઉનના નિયમોનો ભંગ કરવામાં આવ્યો છે. લોકડાઉન નો ભંગ કરીને બહાર ફરતા લોકો ની ગાડી જુનાગઢ પોલીસ દ્વારા ડિટેઇન કરવામાં આવી હતી. આ 16 લોકો ભંગ કરીને સુરત થી જુનાગઢ જઈ રહ્યા હતા. સાંસદ રમેશ ધડુક દ્નેવારા આ લોકોની ગાડી છોડાવી તેમજ પોલીસ અને પોલીસ કાર્યવાહીને અસર પહોચાડીને પોલિસ નું મનોબળ પણ ઘટાડ્યું. આમ પોરબંદરના સાંસદ દ્વારા લોકડાઉનનો ભંગ કરનારા લોકોને પ્રોત્સાહન આપવામાં આવ્યું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news