હાલમાં ચર્ચાનું કારણ બનેલા ઇફતેખાર રહેમાની વિષે જાણીને તમને પણ આશ્ચર્ય થશે. ચર્ચા એ છે કે ઇફતેર રહેમાનીને સારું કામ કરવાને બદલે અમેરિકન કંપનીએ ચંદ્ર પર એક એકર જમીન ભેટમાં આપી હતી. આ વાતની પુષ્ટિ કરતાં ખુદ ઇફતેર રહેમાનીએ આ વીડિયો બહાર પાડ્યો છે અને આ માહિતી સામાન્ય લોકો તેમજ તેની પત્નીને પણ આપી છે.
ઇફતેખરે ચંદ્ર પર જમીન મેળવવાની ખુશી બાદ તેના ગામ અને ઘરમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. લોકો એકબીજાનું મોઢું મીઠું કરાવી રહ્યા છે. આ ઉપરાંત તમામ પરિવારો પણ ઇફ્તેખરની સફળતા પર ગર્વ અનુભવે છે. રહેમાની હાલમાં નોઇડામાં છે. જ્યાં તે પોતાની ખાનગી કંપની ચલાવે છે અને વિદેશી કંપનીમાં પણ કામ કરે છે.
ઇફતેખાર રહેમાની એક સોફ્ટવેર એન્જિનિયર છે અને તે એઆર સ્ટુડિયો નામની સોફ્ટવેર ડેવલપમેન્ટ કંપની ચલાવે છે. આ સિવાય ઇફતેખાર લુના સોસાયટી ઇન્ટરનેશનલ માટે પણ કામ કરે છે, જે ચંદ્ર પર જમીનની ખરીદી અને વેચાણનું કામ કરે છે.
ઇફ્તેખરે કંપનીના એક સોફ્ટવેરને કંઈક બદલીને તેને અપડેટ કર્યું છે, જેનાથી કંપનીને ઘણો ફાયદો થયો છે. આ પછી, કંપની ખુશ થઈ અને ઇફતેખર રહેમાનીને ચંદ્ર પર એક એકર જમીન આપીને સન્માન વધાર્યું. ઇફ્તેખર રહેમાની હાલમાં નોઇડામાં છે અને તેણે તેનો વીડિયો બહાર પાડીને તેની પુષ્ટિ કરી છે.
તેણે કહ્યું કે, ચંદ્ર પર જમીન મળ્યા પછી તે પણ એક રીતે સેલિબ્રિટીની યાદીમાં આવી ગયો છે. બીજી તરફ ઇફ્તેખર રહેમાનીના ગામમાં પણ ખુશીની લહેર જોવા મળી હતી. તેના પરિવારના લોકો અહીં ખુબ ખુશ દેખાયા અને તેઓએ એકબીજાને મીઠાઈ ખવડાવી મોઢું પણ મીઠું કરાવ્યું છે.
ઇફતેખરની માતા નસરા બેગમ કહે છે કે, તે પુત્રની સફળતાથી ખૂબ જ ખુશ છે. તેનો પુત્ર દેશ દુનિયામાં નામ કમાઇ રહ્યો છે. ભગવાન દિલથી એ જ પ્રેથના છે કે, ભગવાન તેને હજી વધુ સફળ બનાવે. તેમને તેના છોકરાએ ફોન પર જાણ કરી હતી કે કંપનીએ તેને ગિફ્ટમાં ચંદ્ર પર જમીન આપી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.