દેશ માટે શહીદ થનાર જવાનોના પરિવારને સરકાર દ્વારા આપવામાં આવશે આટલા લાખ રૂપિયા અને આ અમુલ્ય ભેટ

લદાખમાં આવેલી ગલવાન ઘાટીમાંચીની સૈનિકો સાથે થયેલી હિંસક ઝડપમાં જીવ ગુમાવનાર બિહારના ભારતીય સૈનિકોના પરિવારને રાજ્ય સરકાર એ આર્થિક મદદ કરવાની જાહેરાત કરી છે. પાંચ જવાનોના પરિવારને રાજ્ય સરકાર તરફથી ૧૧-૧૧ લાખ રૂપિયા અને મુખ્યમંત્રી રાહત કોષમાં થી 25-25 લાખ રૂપિયા દેવાનુ એલાન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત દરેક પરિવારમાંથી એક એક સભ્યને બિહાર સરકાર દ્વારા નોકરી આપવામાં આવશે.

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે ગુરુવારે પટના સ્થિત જયપ્રકાશ નારાયણ એરપોર્ટ પર ગલવાન ઘાટીમાં જીવ ગુમાવનાર ભોજપુર જિલ્લાના સિપાહી ચંદન કુમાર, સહરસા જિલ્લાના સિપાહી કુંદન કુમાર, સમસ્તીપુર જિલ્લાના સિપાહી અમન કુમાર, વૈશાલી જિલ્લાના સિપાહી જય કિશોર અને પટના જિલ્લાના સુનિલકુમારને પુષ્પ ચક્ર અર્પિત કરી શ્રદ્ધાંજલિ આપી છે

મુખ્યમંત્રીએ આ દરમિયાન જણાવવામાં આવ્યું હતું કે પાંચેય પરિવારના લોકોને રાજ્ય સરકાર તરફથી 11,00,000 રૂપિયા અને મુખ્યમંત્રી રાહત કોષમાં થી ૨૫ લાખ રૂપિયા આપવામાં આવશે. સાથે જ તેમના પરિવારમાંથી એક વ્યક્તિને રાજ્ય સરકાર દ્વારા સરકારી નોકરી પણ આપવામાં આવશે.

જણાવી દઈએ કે ગાલવાની ઘાટીમાં ચીની સૈનિકો સાથે થયેલી હિંસક ઝડપમાં ભારતીય સેનાનો કોઈ પણ જવાન હવે ગંભીર રીતે ઘાયલ નથી અને તમામ લોકોની હાલત સ્થિર છે. સેનાના ઉચ્ચ અધિકારીઓએ આ જાણકારી આપી છે તેમણે જણાવ્યું કે અમારા આપણા તમામ જવાનો ની હાલત સારી છે અને કોઈપણ સૈનિક ગંભીર નથી. લેહ ના હોસ્પિટલમાં આપણા ૧૮ જવાનો છે અને તે પંદર દિવસની અંદર ડ્યુટી પર પાછા આવશે. આ ઉપરાંત 56 જવાનો બીજા હોસ્પિટલોમાં છે જે સામાન્ય રીતે ઘાયલ છે અને તે એક અઠવાડિયા અંદર જ ડ્યુટી પર પાછા ફરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *