ભારતમાં આજે પણ સ્વાસ્થ્યની પૂરતી સુવિધાઓનો અભાવ છે, તે વાત વાસ્તવિકતા છે. જેનું ઉદાહરણ બિહારમાં જોવા મળ્યું. સવારથી જ બિહારના મુઝ્ઝફરપુરની શ્રી કૃષ્ણા મેડિકલ કૉલેજ 45 ડિગ્રી તાપમાનની સાથે પરિસરની અંદર રડી રહેલી માતાઓનાં ગરમ આંસુઓથી ઊકળી રહી હતી.આ માતાઓ હતી જેમનાં બાળકોએ છેલ્લા એક પખવાડિયામાં આ હૉસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે.
મુઝ્ઝફરપુરમાં ‘ચમકી બીમારી’ કે અક્યૂટ એન્કેફ્લાઇટિસ સિન્ડ્રોમના કારણે પોતાનો જીવ ગુમાવનારાં બાળકોનો આંકડો ૧૦૦ ઉપર આવી પહોંચ્યો છે.તેમાંથી બે બાળકોએ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉક્ટર હર્ષવર્ધનની સામે જ જીવ તોડી દીધો.શ્રી કૃષ્ણા મેડિકલ કૉલેજ (એસ.કે.એમ.સી.એચ)ના બાળ રોગ વિશેષ ઇન્ટેન્સિવ કેર યૂનિટ (બાળ રોગ આઈસીયૂ)માં લાગેલો કાચનો દરવાજો વૉર્ડની અંદરથી આવી રહેલા રુદનના અવાજને રોકી શકતો ન હતો.
મૃત્યુ થવાનું કારણ :-
લાંબા સમયથી વાઇરસ અને ઇન્ફેક્શન પર કામ કરી રહેલા વરિષ્ઠ ડૉક્ટર માલા કનેરિયાના અનુસાર મુઝ્ઝફરપુરમાં થઈ રહેલા બાળકોનાં મૃત્યુ પાછળ ઘણાં કારણો જવાબદાર હોઈ શકે છે.
તેઓ કહે છે, “જુઓ બાળકોનાં મૃત્યુ એઈએસના કારણે થઈ રહ્યાં છે, સામાન્ય માનસિક તાવ કે પછી જાપાની એન્કેફ્લાઇટિસના કારણે, તે તો સ્પષ્ટપણે કહી શકવું અઘરું છે. કેમ કે આ મૃત્યુની પાછળ ઘણાં કારણ હોઈ શકે છે. કાચા લીચી ફળથી નીકળતા ટૉક્સિક, બાળકોમાં કુપોષણ, તેમના શરીરમાં સુગરની સાથે સાથે સોડિયમનું ઓછું સ્તર, શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ સ્તર બગડવું વગેરે. જ્યારે બાળકો રાત્રે ભૂખ્યા પેટે સૂઈ જાય છે અને સવારે ઊઠીને લીચી ખાઈ લે છે તો ગ્લૂકૉઝનું સ્તર ઓછું હોવાના કારણે સહેલાઈથી આ તાવનો શિકાર બની જાય છે. લીચી એકમાત્ર કારણ નથી. મુઝ્ઝફરપુરમાં એન્કેફ્લાઇટિસથી થઈ રહેલાં મૃત્યુ પાછળ એક નહીં, ઘણાં કારણ છે.”
એ જણાવવું જરૂરી છે મુઝ્ઝફરપુર લીચીના પાક માટે પ્રખ્યાત ક્ષેત્ર છે અને અહીંના ગ્રામીણ વિસ્તારમાં લીચીના બાગ એ સામાન્ય બાબત છે. આ તરફ મુઝ્ઝફરપુર મેડિકલ કૉલેજના આઈસીયુ વૉર્ડમાં બબિયાની સાથે હું બેઠી જ હતી કે અચાનક બે બેડ દૂરથી જોર જોરથી રડવાનો અવાજ આવવા લાગ્યો.