મારા 5 ડુક્કર શોધી આપો.., વ્યક્તિએ પોલીસ સ્ટેશનમાં આપી ફરિયાદ અને પોલીસ શોધવા પણ લાગી

Pig theft in Bihar: બિહારના મુજફ્ફરપુર જિલ્લામાં પાળતું ડુક્કરોની ચોરીની ઘટનાએ હડકંપ મચાવ્યો છે. આ સમગ્ર મામલાને લઈને પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ત્યારબાદ પોલીસે સમગ્ર મામલે તપાસ આદરી છે. આ મામલો ભિખનપુરા પોલીસ સ્ટેશન વિસ્તારનો (Pig theft in Bihar) જણાવવામાં આવી રહ્યો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે ચોરી થયેલા ડુક્કરની કિંમત 2 લાખ રૂપિયા છે.

જાણકારી અનુસાર અહીંયા રામ સોગારત મલ્લિક જે એક પશુપાલક છે. તેના પાંચ ડુક્કરો વાડામાંથી રહસ્યમય રીતે ગાયબ થઈ ગયા છે. આ ડુક્કરોના માલિક રામ સોગારત મલિકએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપીને જણાવ્યું હતું કે ત્રણ મોટા અને બે નાના ડુક્કરો ચોરી થયા છે. જેની અંદાજિત કિંમત 2 લાખ રૂપિયાથી પણ વધારે છે. રામ સોગારત મલ્લિકનું કહેવું છે કે કેરમાં ગામના કરણ ધનુકર અને તેના સાથીઓ પપ્પુ ધનુકર તથા ટુન ટુન ધનુકરએ ટુકડી બનાવી આ ઘટનાને અંજામ આપ્યો છે.

મલિકએ એવું પણ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસોથી આ વિસ્તારમાં કરણ ધનુકરએ ડુક્કરોને હંકારતા લોકોએ જોયો હતો. જ્યારે મલીકે કરણ સાથે આ વિશે પૂછપરછ કરવાની કોશિશ કરી, તો તેણે ઉલટાનો તેની સાથે ઝઘડો કર્યો હતો. પીડિતનો આરોપ છે કે કરણ ધનુકર પોતાના બે અન્ય સાથી સાથે સાથે મળી ડુક્કર ચોરીની ગેંગ ચલાવે છે.

આસપાસના ડુક્કરોને ચોરી બજારમાં વેચે છે આ ગેંગ
ગેંગ આસપાસના વિસ્તારમાં ડુક્કરોને ચૂપચાપ ગાયબ કરી પટનાના બજારોમાં વહેંચી દે છે. આ સમગ્ર મામલે પોલીસ સ્ટેશનના પ્રભારી અસ્મિત કુમારે જણાવ્યું હતું કે આ મામલે ફરિયાદ મળતા જ સ્થાનિક પોલીસ સક્રિય થઈ છે અને તપાસની જવાબદારી હવાલદાર કૌશલ કિશોર સિંહને સોંપવામાં આવી છે.

હાલ પોલીસ સીસીટીવી કેમેરાની તપાસ કરી રહી છે. સાથે જ પીડીતએ જણાવ્યા અનુસાર ત્રણ યુવકો વિરુદ્ધ નામજોગ કેસ નોંધી તપાસ ઝડપી કરી છે. આ ઘટના અંગે પોલીસ દરેક એન્ગલથી તપાસ કરી રહી છે અને ટૂંક સમયમાં જ આરોપીઓ સુધી પહોંચવાનો દાવો કરી રહી છે.