જો સ્વપ્ન પૂરું કરવાની ધગશ હોય તો મંઝિલ દૂર રહેતી નથી પોતાના સ્વપ્નને પૂરા કરવા બિહારના એક યુવાને ગજબનું કારનામું કરી બતાવ્યું છે બિહારના છપરા જિલ્લાના એક ગામમાં રહેતા મિથીલેશ પ્રસાદ નું સ્વપ્ન આજે પૂર્ણ થયું જો તમને વિશ્વાસ ના આવતો હોય તો તમે આ તસવીર જોઈ શકો છો કે જેમાં તમને અંદાજ પણ નહિ આવે કે આ હેલિકોપ્ટર નથી પરંતુ મીથીલેશ ની ધગશે રસ્તા પર ચાલતી કાર ને આકાશમાં ઉડતું હેલિકોપ્ટર બનાવી દીધું છે. આ નેનો હેલિકોપ્ટર ઊડી શકશે નહીં પરંતુ તેને જોવા વાળો વ્યક્તિ આશ્ચર્ય પામી જાય છે કે આ રસ્તા પર ચાલતી કાર કંઈક આકાશની ઉડાન ન ભરી લે છે.
છપરા ગામમાં રહેતા મીથીલેશ પ્રસાદના આ નેનો હેલિકોપ્ટર ને જોઈને તમે પણ એક વખત ચોકી જશો હેલિકોપ્ટર ની જેમ લાગેલા પંખા અને તેનો પાછળ નો કિસ્સો જોઈને તમને પણ લાગશે કે કાર હમણા ઉડસે પરંતુ હકીકતમાં એવું છે નહિ.મીઠીલેશ પ્રસાદ નું કહેવું છે કે તેઓ નાનપણથી જ હવામાં ઉડવા ના સ્વપ્ન જોતા હતા કન્યા આર્થિક કમજોરી હતી તેથી તેઓ તેઓ ને સ્વપ્ન પૂર્ણ કરવાની કોઈ ઉમ્મીદ રહી ન હતી એવામાં એક દિવસ તેઓને વિચાર આવ્યો કે કેમ પોતાનું જ હેલિકોપ્ટર બનાવવું જોઈએ.
Bihar: A resident of Chhapra village, Mithilesh Prasad has given his Nano car the look of a helicopter, says,’I always wanted to make a helicopter, now I can’t do that because my background is not strong and that’s why I have given my car this look.’ pic.twitter.com/uRVG8haVAK
— ANI (@ANI) August 11, 2019
બસ આજ વિચાર આવતા જ ને પોતાનું સ્વપ્ન પૂર્ણ કરવાની ઈચ્છા જાગી સ્વપ્ન પૂર્ણ કરવા માટે તેમણે નેનો કારને જ હેલિકોપ્ટર નું આ સ્વરૂપ આપવાનું નક્કી કર્યું તેઓએ મિડિયાની સાથેની વાતચીતમાં જણાવ્યું કે તેઓ ના ઘરની હાલત જોઈને આવું કરવું સંભવ ન હતું તે માટે પોતાની કારને હેલિકોપ્ટર બનાવવાનો ફેંસલો લીધો.
મિથીલેશ ની લગન અને મહેનતને કારણે નેનો કાર હેલિકોપ્ટર બની ચૂકી છે જ્યારે પહેલી વખત તે કાર ને લોકો સામે રજૂ કરવામાં આવી ક્યારે કહેવું કઠિન હતું કે આ હેલિકોપ્ટર નથી પરંતુ જ્યાંથી નિરીક્ષણ કર્યા બાદ એટલું જરૂર જાણી શકાય છે કે આ કારીગરી ખૂબ જ સુંદર છે.