જોત જોતામાં જ ગંગા નદીની ગોદમાં સમાઈ ગઈ શાળા- વિડીયો જોઇને હર કોઈના હોંશ ઉડી ગયા

બિહાર(Bihar)માં દર વર્ષે પ્રથમ પૂર અને તે પછી ધોવાણને કારણે જાનમાલને ઘણું નુકસાન થાય છે. પૂર અને ધોવાણને કારણે નદી કિનારે આવેલા પાક અને મકાનોને ભારે નુકસાન વેઠવું પડે છે. તે જ સમયે, કટિહાર જિલ્લો(Katihar district) હજુ પણ ધોવાણનો સામનો કરી રહ્યો છે.

અમદાબાદ બ્લોકના ઝબ્બુ ટોલામાંથી ધોવાણનો એક વીડિયો સામે આવ્યો છે, જેને પૂરનો રેડ ઝોન કહેવામાં આવે છે, જ્યાં અપગ્રેડેડ મિડલ સ્કૂલ ઝબ્બુ ટોલાના બે રૂમ ગંગાની ગોદ(The school was submerged)માં સમાઈ ગયા છે. સદનસીબે બાળકો શાળામાં ભણતા ન હતા.

આ દ્રશ્ય ખૂબ જ ડરામણું લાગે છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે નદીના કિનારે બનેલી શાળાના થાંભલા ધોવાણને કારણે ધરાશાયી થઈ ગયા છે. આ દરમિયાન આ દ્રશ્ય જોવા માટે મોટી સંખ્યામાં લોકો ત્યાં ઉમટી પડ્યા હતા. તે જ સમયે, કેટલાક લોકો નજીકના ગ્રામજનોને દૂર જવા માટે કહી રહ્યા છે. લોકોના જણાવ્યા મુજબ આ વિસ્તારમાં ધોવાણ વિરોધી કામગીરીના નામે માત્ર ખાનાપૂર્તિ જ કરવામાં આવી છે જેના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે.

સ્થાનિક લોકોનું કહેવું છે કે, જો આ સમસ્યાનું જલ્દી નિરાકરણ નહીં આવે તો આખી શાળા ગંગામાં ડૂબી જશે. જો કે, ધોવાણની સ્થિતિને જોતા, શાળા પરિસરમાંથી આવશ્યક ચીજવસ્તુઓ ખાલી કરાવવામાં આવી છે. પરંતુ અભ્યાસ પૂર્ણ રીતે ઠપ થવાના કારણે બાળકો સહિત વાલીઓ પણ ચિંતામાં મુકાયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *