એક અજીબોગરીબ ઘટના સામે આવી છે. પરીક્ષા સેન્ટર પર એક વિદ્યાર્થી એક સાથે 500 જેટલી વિદ્યાર્થીનીઓને જોઈને બેભાન થઇ ગયો હતો. પરીક્ષા હોલમાં 500 છોકરી વચ્ચે આ એકલો છોકરો આટલી બધી છોકરીઓને એક સાથે જોઈને યુવક ખુબજ નર્વસ થઈ ગયો હતો, ત્યાર બાદ યુવક બેભાન થઈ ગયો.
યુવકની આ ખરાબ હાલ સોશિયલ મીડિયા પર ખુબ જ ચર્ચાનો વિષય બની ગઈ છે. ત્યારે હાલ આ ઘટનામાં એક મોટો ઘટસ્ફોટ થયો છે. આ ઘટસ્ફોટ જાણીને તમે પણ દંગ રહી જશો. તમને પણ એમ વિચાર આવશે કે આવું કેવી રીતે બની શકે.
500 છોકરીઓ વચ્ચે પરીક્ષા હોલમાં પોતાને એકલો જોઇને બેભાન થઇ ગયેલા વિદ્યાર્થીનું નામ મનિષ શંકર છે. હાલ આ મામલે એક નવો વળાંક આવ્યો છે. 12માં ધોરણના મનિષ શંકરજે બિહારના નાલંદાના રહેવાસી છે. વિદ્યાર્થીએ પોતાના પરીક્ષા ફોર્મમાં ભૂલથી MALE ની જગ્યાએ FEMALE નો ઓપ્શન સિલેક્ટ કરી દીધો હતો.
અને તેથી જ તેનું પરીક્ષા કેન્દ્ર છોકરીઓવાળું આવી ગયું અને 500 વિદ્યાર્થીનીઓ વચ્ચે તે એક જ છોકરો હતો. વિદ્યાર્થીએ પોતાને એકલો જોયો તો તે નર્વસ થઈ ગયો હતો અને તેને ગભરામણ થવા લાગી અને બેચેની અનુભવવાતા બેભાન થયો હતો ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો.
બીજું કારણ એવું પણ સામે આવ્યું છે કે, 500 વિદ્યાર્થીનીઓ વચ્ચે એકલાને જોઇને પરીક્ષા હોલમાં પરીક્ષક તેને વારંવાર સવાલ કરતા હતા. ફક્ત વિદ્યાર્થીનીઓ માટે બનેલા સેન્ટરમાં એક છોકરાને જોઈને સવાલ તો થાય એ તો સ્વાભાવિક છે.
પરીક્ષા વચ્ચે સવાલોથી ઘેરાયેલો મનિષ શંકર આ બધી વાતોથી ખુબ જ વિચલિત થઈ ગયો હતો અને બેભાન થઈને ઢળી પડ્યો. ત્યાર બાદ તરતજ મનિષને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો અને પ્રાથમિક સારવાર મળ્યા બાદ પરીજનો તેને રાજધાની પટણાની હોસ્પિટલ લઈ ગયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.