સિવાનમાંથી દારૂની હેરાફેરીનો એક અનોખો કિસ્સો સામે આવ્યો છે, જેને જોઈને પોલીસ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ છે. વાસ્તવમાં નેપાળ અને યુપી બોર્ડરથી આવતા જતા લોકો અચાનક જાડા અને પાતળા થઈ રહ્યા છે. પોલીસ આ લોકો પર નજર રાખી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર, યુપી જતી વખતે આ લોકો પાતળા દેખાય છે, પરંતુ ત્યાંથી આવતા સમયે તેમનું શરીર જાડું થઈ જાય છે. જ્યારે પણ જાડા શરીરની વ્યક્તિને રોકવામાં આવે છે, ત્યારે તેના આખા શરીરમાંથી દારૂ મળી આવે છે.
પોલીસનું કહેવું છે કે દારૂના દાણચોરો સવારે બોર્ડર ક્રોસ કરી જાય છે. પોલીસકર્મીઓની ફરજ સવારે બોર્ડર પર રહે છે, પરંતુ આ લોકો સાંજે પાછા ફરે છે, ત્યાં સુધીમાં પોલીસ કર્મચારીઓ બદલાઈ ગયા હોઈ છે. આ દરમિયાન આવી રીતે દારૂની હેરાફેરીનો આ ખેલ ચાલે છે. જયારે સાવરથી લઈને સાંજ સુધી એ જ જવાનોને ફરજ પર ઊભા કરી દીધા ત્યારે પોલીસને આખો મામલો સમજાયો હતો.
દારૂને સેલોટેપથી શરીર પર ચોંટાડવામાં આવે છે
દાણચોરો યુપીથી બિહારમાં દારૂ લાવવા માટે પાતળા શરીરવાળા લોકોને પસંદ કરે છે. ત્યારબાદ તેના પેટ અને પીઠ પર દારૂની બોટલો અને પાઉચ ચોંટાડી તેના પર સેલો ટેપ લગાવી દેવામાં આવે છે. ત્યારબાદ મોટા કપડા પહેરાવી આવા લોકોને બોર્ડર ક્રોસ કરાવવામાં આવે છે. અને બિહાર આવીને દારૂનું વેચાણ કરે છે. આ દિવસોમાં પોલીસ ઢીલા-ફિટિંગ કપડાં પહેરેલા લોકોને નિશાને લઇ રહી છે. અને દરેક વખતે પોલીસને સફળતા મળી રહી છે.
સોમવારના રોજ યુવક યુપીમાં પ્રવેશી રહ્યો હતો ત્યારે તેનું શરીર પાતળું હતું, પરંતુ પરત ફરતી વખતે તે જાડો દેખાઈ રહ્યો હતો. શંકાના આધારે પોલીસે તેને રોક્યો હતો. ત્યાર બાદ તલાશી લેતા તેના શરીર પર ચોંટેલી દારૂની 27 બોટલો મળી આવી હતી. પોલીસે યુવકની ધરપકડ કરી હતી. પકડાયેલા યુવકનું નામ છોટુ જણાવવામાં આવી રહ્યું છે, જે ઘણા દિવસોથી દારૂની હેરાફેરી કરી રહ્યો હતો. પોલીસ આ મામલાની તપાસમાં લાગી ગઈ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.