સિદ્ધુ મુસેવાલાના પોસ્ટમોર્ટમ રીપોર્ટમાં થયો મોટો ખુલાસો, એક સાથે પાંચ ડોકટરોએ કર્યું હતું પોસ્ટમોર્ટમ!

પંજાબી ગાયક(Punjabi singer) અને કોંગ્રેસ(Congress) નેતા સિદ્ધુ મૂસેવાલા(Sidhu Moose Wala)નું પોસ્ટમોર્ટમ પૂર્ણ થઈ ગયું છે. સોમવારે રાત્રે પાંચ ડોક્ટરોની ટીમે મુસેવાલાના મૃતદેહનું પીએમ કર્યું હતું.…

પંજાબી ગાયક(Punjabi singer) અને કોંગ્રેસ(Congress) નેતા સિદ્ધુ મૂસેવાલા(Sidhu Moose Wala)નું પોસ્ટમોર્ટમ પૂર્ણ થઈ ગયું છે. સોમવારે રાત્રે પાંચ ડોક્ટરોની ટીમે મુસેવાલાના મૃતદેહનું પીએમ કર્યું હતું. જો કે હજુ સુધી પોલીસ સાથે રિપોર્ટ શેર કરવામાં આવ્યો નથી. પરંતુ સૂત્રોએ જણાવ્યું હતું કે, અત્યાધુનિક બંદૂકો(Guns)માંથી છોડવામાં આવેલી 24 ગોળીઓ મુસેવાલાના શરીરમાંથી નીકળી હતી, જ્યારે એક માથાના હાડકામાં ફસાઈ ગઈ હતી. હુમલાખોરોએ લગભગ 30 રાઉન્ડ ફાયરિંગ(Round firing) કર્યું હતું.

મનસા જિલ્લા હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું કે, પોસ્ટમોર્ટમ દરમિયાન મુસેવાલાના શરીર પર બે ડઝન ગોળીઓના ઘા મળી આવ્યા હતા. રિપોર્ટ અનુસાર વધુ પડતું લોહી વહી જવાને કારણે તેમનું મૃત્યુ થયું છે. તે જ સમયે, આંતરિક અવયવોમાં ઇજાઓ પણ પુષ્ટિ મળી છે.

એવું કહેવામાં આવ્યું હતું કે, પોસ્ટમોર્ટમ પછી, વિસરાના નમૂનાઓ સુરક્ષિત રાખવામાં આવ્યા છે અને વધુ તપાસ માટે મોકલવામાં આવી રહ્યા છે. જોકે, હોસ્પિટલે પોસ્ટમોર્ટમના પરિણામો પોલીસ સાથે શેર કર્યા નથી. મૃતક સિદ્ધુ મુસેવાલાનો પરિવાર પોસ્ટમોર્ટમ ન કરાવવા પર અડગ હતો. પરિવારની માંગ હતી કે હત્યાની તપાસ હાઈકોર્ટના જજના નેતૃત્વમાં થવી જોઈએ અને આ માટે NIA-CBIની મદદ લેવામાં આવે.

પરિવારના સભ્યોએ સવાલ ઉઠાવ્યો હતો કે જ્યારે જોખમની આશંકા હતી ત્યારે સુરક્ષા હટાવવાની યાદી કેમ જાહેર કરવામાં આવી? આ કેસમાં આરોપીઓ સામે કાર્યવાહી થવી જોઈએ. જોકે, બાદમાં સમજાવટ અને ખાતરી બાદ પરિવારજનો મૃતકના પોસ્ટમોર્ટમ માટે સંમત થયા હતા. જણાવી દઈએ કે, રાજ્યના મુખ્યમંત્રી ભગવંત માને મુસેવાલાની હત્યાની તપાસ માટે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના સીટિંગ જજની દેખરેખ હેઠળ ન્યાયિક પંચની રચના કરવાની જાહેરાત કરી છે.

બીજી તરફ, રાજ્ય સરકારના પોલીસ અધિકારીઓનું કહેવું છે કે, તમામ શકમંદોની ઓળખ કરી લેવામાં આવી છે અને તેમની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે. પંજાબ પોલીસે સોમવારે પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની હત્યાના સંબંધમાં ઉત્તરાખંડમાંથી પાંચ શકમંદોની ધરપકડ કરી છે.

પાંચેય ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના હેમકુંડ સાહિબ ગુરુદ્વારા જઈ રહ્યા હતા. બાતમીદાર પાસેથી ઈનપુટ મળ્યા બાદ, પોલીસે અટકાયત કરાયેલા શકમંદોની પૂછપરછ કરીને મૂઝવાલા હત્યામાં તેમની ભૂમિકા શું હતી તે જાણવાનો પ્રયાસ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *