બાસાગુડા પોલીસ(Basaguda Police) સ્ટેશન વિસ્તારને અડીને આવેલા તિમ્માપુર અને પુટકેલ ગામ(Timmapur and Putkel village)ના જંગલોમાં CRPF 168 BN અને નક્સલવાદીઓની બટાલિયન વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. શહીદ આસિસ્ટન્ટ કમાન્ડન્ટ(Assistant Commandant) ઝારખંડ(Jharkhand)નો રહેવાસી હોવાનું કહેવાય રહ્યું છે. આ સમગ્ર મામલો બાસાગુડા પોલીસ સ્ટેશન વિસ્તારનો છે.
એક જવાન ઘાયલ થયાની પણ માહિતી મળેલ છે. બીજાપુરના એસપી કમલોચન કશ્યપે આ ઘટનાની પુષ્ટિ કરી છે. ઘટના અંતરિયાળ ગામની હોવાને કારણે ફોર્સ હજુ પણ જંગલોમાં અટવાયેલો છે. તેના માટે ઘટના સ્થળે વધુ ફોર્સ રવાના કરવામાં આવી છે. તેમજ મળતી માહિતી અનુસાર ઘાયલ જવાન અપ્પા રાવને સારી તબીબી સારવાર માટે રાયપુર મોકલવાની તૈયારી કરવામાં આવી રહી છે.
પુટકેલમાં નક્સલવાદીઓની હાજરી હોવાની માહિતી:
CRPF કેમ્પ તિમ્માપુરને માહિતી મળી હતી કે નજીકના ગામ પુટકેલના પહાડી વિસ્તારમાં નક્સલવાદીઓની મીટિંગ ચાલી રહી છે, તેના આધારે ત્યાં ફોર્સ ગઈ હતી. અચાનક ફોર્સ જોઈને નક્સલીઓએ જવાનો પર ગોળીબાર કરી દીધો હતો. આ એન્કાઉન્ટરમાં આસિસ્ટન્ટ કમાન્ડન્ટ શશિ ભૂષણ તિર્કી શહીદ થયા હતા. સીઆરપીએફના જવાન અપ્પા રાવ ઘાયલ થયા હોવાની માહિતી મળી રહી છે. તબિયત સારી રહે તે માટે તેમને બીજાપુર જિલ્લા હોસ્પિટલમાં લાવવાની તૈયારી કરવામાં આવી રહી છે. બસ્તર ડિવિઝન હેડક્વાર્ટરથી હેલિકોપ્ટર પણ ઘાયલ જવાન અપ્પા રાવ માટે તિમ્માપુર કેમ્પ પહોંચી ગયું છે.
જિલ્લામાં સતત નક્સલવાદી ઘટનાઓ બની રહી છે:
જિલ્લામાં એક પછી એક નક્સલવાદી ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. ત્યારે શુક્રવારે, બેદ્રે ઈન્દ્રાવતી નદી પર નિર્માણાધીન પુલની નજીક, એક ખાનગી બાંધકામ કંપનીના એન્જિનિયર અશોક પવાર અને સાથી આનંદ કિશોરનું નક્સલવાદીઓએ દિવસે દિવસે અપહરણ કર્યું હતું. આ બાબતે કોઈપણ સુરાગ મળ્યો નથી. બુધવારે કુત્રુ વિસ્તારમાં નક્સલવાદીઓએ યુવા કોંગ્રેસી ધનશ્યામ માંડવીની પણ હત્યા કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.