તિરંગા વહેંચવા બદલ ગરીબ પરિવારને મળી જાનથી મારી નાખવાની ધમકી- ઘરની બહારથી જાણો શું મળી આવ્યું?

સ્વતંત્રતા દિવસની 75મી વર્ષગાંઠના અવસર પર જ્યાં દરેક વ્યક્તિ આઝાદીના અમૃત મહોત્સવ(Azadi Ka Amrit Mahotsav)માં મગ્ન હતા, ત્યારે ઉત્તરપ્રદેશ(Uttar Pradesh)ના બિજનૌર(Bijnor)માં એક ગરીબ પરિવારને તિરંગા…

સ્વતંત્રતા દિવસની 75મી વર્ષગાંઠના અવસર પર જ્યાં દરેક વ્યક્તિ આઝાદીના અમૃત મહોત્સવ(Azadi Ka Amrit Mahotsav)માં મગ્ન હતા, ત્યારે ઉત્તરપ્રદેશ(Uttar Pradesh)ના બિજનૌર(Bijnor)માં એક ગરીબ પરિવારને તિરંગા વહેંચવા બદલ જાનથી મારી નાખવાની ધમકી મળી છે. પરિવારને માથું કાપી નાખવાની ધમકી આપતો પત્ર મળ્યો છે. ત્યારથી આખો પરિવાર ગભરાટ અને આઘાતમાં છે. આ અંગેની માહિતી મળતા પોલીસે પરિવારને સુરક્ષા પુરી પાડી છે. આ સાથે અજાણ્યા વિરૂદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસની અનેક ટીમો સતત તપાસમાં લાગેલી છે.

ધમકીભર્યા પત્રમાં કંઇક આવુ લખ્યુ હતુ:
મળતી માહિતી મુજબ, પરિવાર શહેરના બુધુપાડા વિસ્તારમાં રહે છે. આ વિસ્તારનો રહેવાસી અરુણ કશ્યપ ઉર્ફે અન્નુ પોતાના પરિવાર સાથે નાના મકાનમાં રહે છે. 14 ઓગસ્ટની સવારે, અરુણ કશ્યપ પરિવાર ઉઠ્યો અને જોયું કે તેમના ઘરની મુખ્ય દિવાલ પર હાથથી લખેલી કેટલીક લાઇનોની ધમકી આપતો કાગળ દિવાલ પર ચોંટાડવામાં આવ્યો હતો. લગાવવામાં આવેલા કાગળમાં એવી રીતે લખેલું છે કે અન્નુ તને ઘરે-ઘરે તિરંગો આપીને બવ ખુશી મળે છે. તારું માથું પણ તારા શરીરથી અલગ કરવું પડશે – ISI સાથીઓ. પરિવારને મળેલો ધમકીભર્યો પત્ર જોઈને પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા.

પરિવારના સભ્યો નાના રૂમમાં કેદ:
પોલીસ દ્વારા પરિવારને સુરક્ષા આપવામાં આવી છે. આ સાથે પોલીસે અજાણ્યા લોકો સામે ગંભીર કલમો હેઠળ કેસ નોંધ્યો છે, સીઓના નેતૃત્વમાં અનેક પોલીસ ટીમો સતત આ મામલાની તપાસ કરી રહી છે. આ મામલે એસપી સિટી ડૉ. પ્રવીણ રંજન સિંહે જણાવ્યું હતું કે આ મામલે જે પણ તથ્યો સામે આવશે, અસરકારક રીતે કાર્યવાહી કરવામાં આવશે.

પરિવારમાં ભયનો માહોલ:
બીજી તરફ પીડિત પરિવારની વાત માવાના આવે તો પરિવારમાં ભયનો માહોલ છે. પરિવારનો દરેક સભ્ય એક નાનકડા રૂમમાં કેદ છે. અરુણ કશ્યપનું કહેવું છે કે, જેણે પણ આવું કૃત્ય કર્યું છે તે જલ્દી પોલીસના હાથમાં હોવો જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *