મોંઘવારીના માર વચ્ચે ફરી એકવાર સોના ચાંદીના ભાવમાં ભારે ઉછાળો- જાણો શું છે 22 અને 24 કેરેટ સોનાનો ભાવ

15 એપ્રિલ 2022 સોના ચાંદીના ભાવ: દેશના બુલિયન માર્કેટમાં આજે સોનાની કિંમતમાં ફેરફાર થયો છે. સોનાના ભાવમાં 150 વધી રૂ.49,650 પર છે. બીજી તરફ ચાંદીના…

15 એપ્રિલ 2022 સોના ચાંદીના ભાવ: દેશના બુલિયન માર્કેટમાં આજે સોનાની કિંમતમાં ફેરફાર થયો છે. સોનાના ભાવમાં 150 વધી રૂ.49,650 પર છે. બીજી તરફ ચાંદીના ભાવમાં આજે ફરી ફેરફાર જોવા મળ્યો છે. શુક્રવાર, 15 એપ્રિલ, 2022 ના રોજ ચાંદીના નવા ભાવમાં 01 કિલોમાં 700 રૂપિયાનો વધારો નોંધાયો છે.

‘ગુડ રિટર્ન્સ’ વેબસાઈટ અનુસાર, 15 એપ્રિલ 2022ના રોજ 10 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમત 54,210 રૂપિયા છે. તેના ગઈકાલના ભાવમાં 220 રૂપિયાનો વધારો થયો છે. તે જ સમયે, 22 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 49,650 રૂપિયા છે. તેમાં 150 રૂપિયાનો વધારો થયો છે. બીજી તરફ આજે દેશમાં ચાંદીના ભાવમાં ફેરફાર જોવા મળ્યો હતો અને 1 કિલોના ભાવમાં 700 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો.

આ ટ્રેડિંગ સપ્તાહના ત્રીજા દિવસે અને બુધવારે છેલ્લા ટ્રેડિંગ દિવસે સોનાની સાથે ચાંદીની કિંમતમાં પણ મોટો ઉછાળો નોંધાયો હતો. બુધવારે સોનું 598 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જ્યારે ચાંદી 1583 રૂપિયા પ્રતિ કિલો મોંઘી થઈ હતી. આ પહેલા મંગળવારે સોનું રૂ.112 અને ચાંદી રૂ.161 મોંઘી થઇ હતી. બુધવારે સોનું 598 રૂપિયા પ્રતિ દસ ગ્રામના ભાવે મોંઘુ થઈને 53,220 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. આ પહેલા મંગળવારે સોનું 52,622 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. તેમજ ચાંદી 1583 રૂપિયા મોંઘી થઈ અને 69,316 રૂપિયા પ્રતિ કિલો પર બંધ થઈ. આ પહેલા મંગળવારે ચાંદી 67833 પ્રતિ કિલોગ્રામના સ્તરે બંધ હતી.

ગુજરાતના મુખ્ય શહેરોમાં આજના 22 -24 કેરેટ સોનાના અને ચાંદીના ભાવ:
સુરતમાં આજે 22 કેરેટ સોનામાં 1 ગ્રામના ₹4,960, 8 ગ્રામનાં ₹39,680, 10 ગ્રામનાં ₹49,600, 100 ગ્રામનાં 4,96,000 રૂપિયા છે.
સુરતમાં આજે 24 કેરેટ સોનામાં 1 ગ્રામનાં ₹5,410, 8 ગ્રામનાં ₹43,280, 10 ગ્રામનાં ₹54,100, 100 ગ્રામનાં 5,41,000 રૂપિયા નોંધાયા છે.
સુરતમાં આજે ચાંદીના 1 ગ્રામના ₹70, 8 ગ્રામનાં ₹560, 10 ગ્રામનાં ₹700, 100 ગ્રામનાં ₹7,000, 1 કિલોનાં 70,000 રૂપિયા નોંધાયા છે.

અમદાવાદમાં આજે 22 કેરેટ સોનામાં 1 ગ્રામના ₹4,960, 8 ગ્રામનાં ₹39,680, 10 ગ્રામનાં ₹49,600, 100 ગ્રામનાં 4,96,000 રૂપિયા છે.
અમદાવાદમાં આજે 24 કેરેટ સોનામાં 1 ગ્રામનાં ₹5,410, 8 ગ્રામનાં ₹43,280, 10 ગ્રામનાં ₹54,100, 100 ગ્રામનાં 5,41,000 રૂપિયા નોંધાયા છે.
અમદાવાદમાં આજે ચાંદીના 1 ગ્રામના ₹70, 8 ગ્રામનાં ₹560, 10 ગ્રામનાં ₹700, 100 ગ્રામનાં ₹7,000, 1 કિલોનાં 70,000 રૂપિયા નોંધાયા છે.

વડોદરામાં આજે 22 કેરેટ સોનામાં 1 ગ્રામના ₹4,958, 8 ગ્રામનાં ₹39,664, 10 ગ્રામનાં ₹ 49,580, 100 ગ્રામનાં 4,95,800 રૂપિયા નોંધાયા છે.
વડોદરામાં આજે 24 કેરેટ સોનામાં 1 ગ્રામનાં ₹5,409, 8 ગ્રામનાં ₹43,272, 10 ગ્રામનાં ₹54,090, 100 ગ્રામનાં 5,40,900 રૂપિયા નોંધાયા છે.
વડોદરામાં આજે ચાંદીના 1 ગ્રામના ₹70, 8 ગ્રામનાં ₹560, 10 ગ્રામનાં ₹700, 100 ગ્રામનાં ₹7,000, 1 કિલોનાં 70,000 રૂપિયા નોંધાયા છે.

આ રીતે જાણો સોનાની શુદ્ધતા: 
જો તમારે હવે સોનાની શુદ્ધતા તપાસવી હોય તો સરકાર દ્વારા આ માટે એક એપ બનાવવામાં આવી છે. BIS કેર એપ દ્વારા ગ્રાહકો સોનાની શુદ્ધતા ચકાસી શકે છે. આ એપ દ્વારા તમે માત્ર સોનાની શુદ્ધતા જ ચકાસી શકતા નથી, પરંતુ તેનાથી સંબંધિત કોઈપણ ફરિયાદ પણ કરી શકો છો.

હોલમાર્ક જોયા પછી જ સોનું ખરીદો: 
તમને જણાવી દઈએ કે સોનું ખરીદતી વખતે તેની ગુણવત્તાનું ધ્યાન રાખો. સોનાના દાગીના હોલમાર્ક જોઈને જ ખરીદવા જોઈએ. હોલમાર્ક એ સોનાની સરકારી ગેરંટી છે અને બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) એ ભારતમાં એકમાત્ર એજન્સી છે જે હોલમાર્ક નક્કી કરે છે. હોલમાર્કિંગ સ્કીમ બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ એક્ટ, નિયમો અને વિનિયમો હેઠળ કાર્ય કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *