રાજકોટની ગ્રીનલેન્ડ ચોકડી નજીક સવારનાં પહોરમાં જ ટ્રકે બાઈકને અડફેટે લેતાં સર્જાયો જીવલેણ અકસ્માત

સમગ્ર રાજ્યમાં માર્ગ અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છ ત્યારે ખાસ કરીને તો રાજકોટ શહેરમાં આવી ઘટનાઓમાં દિનપ્રતિદિન વધારો થવાં જઈ રહ્યો છે. આવી…

સમગ્ર રાજ્યમાં માર્ગ અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છ ત્યારે ખાસ કરીને તો રાજકોટ શહેરમાં આવી ઘટનાઓમાં દિનપ્રતિદિન વધારો થવાં જઈ રહ્યો છે. આવી જ એક માર્ગ અકસ્માતની ઘટના હાલમાં સામે આવી રહી છે. જે જીવલેણ સાબિત થયો છે.

રાજકોટની ગ્રીનલેન્ડ ચોકડી નજીક કારના શો રૂમની સામે ઓવરબ્રિજ પર ટ્રકે બાઈકને અડફેટે લેતાં બિહારના 35 વર્ષીય સતીષકુમારસીંગનું ઘટનાસ્થળ પર જ મોત થયુ હતું. જ્યારે તેના મિત્રને ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. આ ઘટનાની જાણ પોલીસને થતા ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી તેમજ યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં લઈ જઈને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

બનાવને કારણે લોકોના ટોળેટોળા એકત્ર થયા :
ગ્રીનલેન્ડ ચોકડીથી આગળ ઓવરબ્રિજ પર બાઈક પર જઈ રહેલ 2 મિત્રોને ટ્રકે અડફેટે લેતાં બંને રોડ પર ફંગોળાઈ ગયા હતા. જેમાં સતિષકુમારસીંગનું ઘટનાસ્થળ પર મોત થયું હતું. અકસ્માત સર્જાયા પછી ટ્રક ચાલક ભાગી ગયો હતો. અકસ્માતની ઘટનાને લીધે લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા તેમજ ટ્રાફિકજામ સર્જાયો હતો.

ગત શનિવારે ટ્રક-કાર વચ્ચે અકસ્માત સર્જાતાં કુલ 3 મહિલા ભડથું થઇ ગઇ હતી :
ગોંડલ-રાજકોટ નેશનલ હાઈવેનાં  બિલિયાળા ગામ નજીક શનિવારની વહેલી સવારમાં કપાસથી ભરેલ ટ્રક તથા કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેને કારણે બંને વાહનમાં આગ ભભૂકી ઉઠી હતી. જેને કારણે બંને વાહન બળીને ખાખ થઈ ગયા હતા.

કારમાં બેઠેલી કુલ 3 મહિલા સળગીને ભડથું થઈ ગઇ હતી. જ્યારે એક યુવાન બહાર નીકળી જતા આબાદ રીતે બચાવ થયો હતો. જો કે, તે પણ દાઝી ગયો હોવાને કારણે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. કાર ગોંડલથી રાજકોટ તરફ જઈ રહી હતી તેમજ ટ્રક બિલિયાળા ગામ તરફથી હાઇ-વે ક્રોસ કરી રહ્યો હતો. આ સમય દરમિયાન અકસ્માત થયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *