કોરોના સામે લડાઈ જીત્યા બાદ યુવકના પરિવારજનોએ ઘોડે બેસાડીને કર્યું સન્માન- જાણો આવું કરવા પાછળનું કારણ

દેશમાં દરરોજ કોરોનાના રેકોર્ડ બ્રેક કેસો નોંધાઈ રહ્યા છે. આ સાથે જ મૃત્યુઆંક પણ વાયુવેગે વધી રહ્યો છે. આ આંકડાઓ જોતા વાતાવરણમાં સાથે સાથે ડરનો માહોલ પણ છવાઈ ગયો છે. એક સર્વેમાં જાણવા મળ્યું છે કે, મોટાભાગના દર્દીઓ કોરોનાના ડરથી જ મૃત્યુ પામ્યા છે. ખરેખર આ વાત ૧૦૦ ટકા સાચી છે. ડોકટરો જ જણાવી રહ્યા છે કે, જે દર્દીઓ મનથી હારી જાય છે તેમની સારવાર કરવાથી પણ તેમનો જીવ બચાવવો ખુબ જ મુશ્કેલ થઇ જાય છે અને જેને ૮૦ થી ૯૫ ટકા કોરોના હોય છે તેવા લોકો જો મનથી મજબુત હોય તો તેવા લોકો પણ કોરોનાને હરાવીને ઘરે પાછા ફર્યા છે.

આજના નેગેટીવ સમયમાં પોઝીટીવ સમાચાર સુરતમાંથી સામે આવ્યા છે. આઇસોલેશન વોર્ડમાં દાખલ કોરોના દર્દીના તમામ રીપોર્ટ નેગેટીવ આવતા પરિવારમાં અને આઇસોલેશન સેન્ટરમાં ખુશીનો માહોલ છવાયો હતો. ગઈકાલે સુરત શહેરના સુદામા ચોક કોવીડ આઇસોલેશન સેન્ટર માંથી કોરોના દર્દીએ રજા લીધી હતી. કેતનભાઈ રમેશભાઈ રંગાણીનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તારીખ ૨૭/૦૪/૨૧ના રોજ તેમને સુદામા ચોક કોવીડ આઇસોલેશન સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા. રમેશભાઈની ઉંમર માત્ર 28 વર્ષ જ છે અને કેતનભાઈએ મન મક્કમ કરી નાખ્યું હતું કે કોઈ પણ સંજોગોમાં મારે કોરોનાને હરાવવો છે. જયારે કેતનભાઈ અહિયાં દાખલ થવા આવ્યા હતા ત્યારે એક એમ્બ્યુલન્સમાં આવ્યા હતા.

પરંતુ ગઈ કાલે તેમના તમામ રીપોર્ટ નેગેટીવ આવતા કેતનભાઈમાં અને તેમના પરિવારજનોમાં ખુશીનો અલગ જ માહોલ દેખાઈ રહ્યો હતો. આ સાથે સાથે આઇસોલેશન સેન્ટરમાં દાખલ અન્ય દર્દીઓને પણ આ દ્રશ્યો જોઇને ઘણું પ્રોત્સાહન મળ્યું હતું અને કોરોના સામે લડવવાની નવી ઉર્જા પ્રાપ્ત થઇ હતી. ગઈકાલે એટલે કે તારીખ ૦૨/૦૫/૨૦૨૧ના રોજ તમામ ડોકટરો અને સ્વંમસેવકો ના સહીયારા પ્રયાસ થી તેમના તમામ રીપોર્ટ નોર્મલ આવ્યા હતા. અને સાથે સાથે કેતનભાઈને આસીસટન્ટ ક્મીશનર ઓફ પોલીસ પરમાર સાહેબ ના હસ્તે દાદા સોમનાથ ની સ્મ્રુતી ભેટ આપી રજા આપવામા આવી હતી.

એમ્બ્યુલન્સમાં દાખલ થવા આવેલા કેતનભાઈ ડોક્ટરોની સહેમતીથી રજા મળતા તેમના પરિવારજનો સાથે ઘોડેસવારી કરી પોતે આઇસોલેશન સેન્ટર પર થી ઘરે જવા નિકળ્યા હતા. તેમના આ જુસ્સાને જોઇને સ્વંમસેવકોયે પણ તીરંગા દ્વારા લીલીજંડી આપી હતી. ૨૮ વર્ષના આ યુવાને કોરોનાને હરાવી એક સારો મેસેજ પણ આપતા ગયા કે, હું પણ થોડા સમય પછી અહિયાં પાછો આવીશ પરંતુ દર્દી બનીને નહિ પરંતુ એક સ્વયંસેવક તરીકે… સાથે સાથે બીજા દર્દીઓને કોરોના સામે લડવા પ્રોત્સાહન આપીશ અને બીજા કેટલાય દર્દીઓને કોરોના સામે લડવા મદદ કરીશ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *