સોશિયલ મીડિયા પર અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહેતી હોય છે. મોટાભાગનાં અકસ્માત તો માર્ગ પર જ સર્જાતાં હોય છે. હાલમાં પણ ગુજરાતમાં આવેલ મોરબી જીલ્લામાંથી અકસ્માતની આવી જ એક ઘટના સામે આવી રહી છે. મોરબી પાસે નેશનલ હાઈવે પર માળીયા ફાટક નજીક ઓવરબ્રિજ પર ‘હિટ એન્ડ રન’ ની ઘટના સર્જાઈ હતી.
જેમાં બાઈકને ટ્રકે અડફેટે લેતાં બાઈક પર સવાર કુલ 2 યુવકના ઘટનાસ્થળ પર જ મોત થયા હતા. આ ઘટનાની જાણ થતાની સાથે જ મોરબી સિટી-B ડિવિઝન પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી આવી હતી. પોલીસે બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડીને આગળની તપાસ હાથ ધરી છે.
અકસ્માત સર્જયા બાદ ટ્રકચાલક ફરાર :
મોરબીમાં આવેલ માળિયા ફાટકનાં ઓવરબ્રિજ પર ટ્રકે બાઈકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેને કારણે બાઈક પર સવાર માત્ર 20 વર્ષીય રુતિકભાઈ પરેશભાઈ બજાણીયા તેમજ 19 વર્ષીય હાર્દિક ધીરેન્દ્રભાઈ બજાણીયા એમ કુલ 2 યુવકોના મોત નીપજ્યા હતા.
આ બંને યુવકો ઘુંટુ ખાતેથી સો ઓરડી જવા માટે નીકળ્યા હતા. ટ્રકચાલક અકસ્માત સર્જીને ફરાર થઈ ગયો હતો. હાલમાં બંને યુવકોના મૃતદેહને સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યાં છે તેમજ પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે.
કુલ 4 મહિના અગાઉ મોરબી પાસે કન્ટેનર કાર પર પડતા કુલ 3 વ્યક્તિના થયા મોત :
કુલ 4 મહિના અગાઉ પણ મોરબીની અણીયારી ચોકડીથી ખાખરેચી ગામ બાજુ જવાના રસ્તા પર કાર તથા કન્ટેનરની વચ્ચે અકસ્માત સર્જાયો હતો. કન્ટેનર કાર પર પડવાને લીધે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો તેમજ કારમાં સવાર કુલ 3 વ્યક્તિના મોત નીપજ્યા હતા. તમામ લોકોના મૃતદેહને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાને લઈ રસ્તા પર ટ્રાફિકજામ સર્જાયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle