અમદાવાદનાં ડૉક્ટરનો દાવો: કોરોનાના દર્દીઓ માટે જડીબુટ્ટી રૂપ સાબિત થશે આ વિદેશી દવા

સમગ્ર વિશ્વમાં કોરોના વાઈરસ પોતાનો કહેર વર્તાવી રહ્યો છે. અને લાખો લોકોને ભરખી ગયો છે. જે હજુ રુકવાનું નામ નથી લઈ રહ્યો. વિશ્વના દરેક વૈજ્ઞાનિકો…

સમગ્ર વિશ્વમાં કોરોના વાઈરસ પોતાનો કહેર વર્તાવી રહ્યો છે. અને લાખો લોકોને ભરખી ગયો છે. જે હજુ રુકવાનું નામ નથી લઈ રહ્યો. વિશ્વના દરેક વૈજ્ઞાનિકો વેક્સિન ગોતવામાં લાગી ગયા છે. સમગ્ર વિશ્વમાં હજુ સુધી કોરોનાના દર્દીઓ માટે હજુ કોઇ વેક્સિન કે ડિવાઇસનું સંશોધન થયું નથી. વિશ્વના ઘણા બધા દેશો કોરોના માટે દવા પર રિસર્ચ કરી રહ્યા છે. હાલમાં જ અમદાવાદના એક ડોક્ટરના મતે કોરોનાના દર્દી માટે આર્શિવાદ રૂપ સાબિત થાય તેવું એક ડિવાઇઝ સામે આવ્યું છે. આ ડિવાઇઝ ખુબ જ મોંઘું છે. પરંતુ કોવિડના દર્દીઓ પર જો ઉપયોગ કરવામાં આવે તો સારી સફળતા મળે તેવો ડૉક્ટરો દાવો પણ કરી રહ્યા છે.

અમદાવાદનાં પ્રખ્યાત કિડની સ્પેશ્યાલિસ્ટ ડૉકટર રાજ માનદોતે મીડયા સાથે વાતચીતમાં જણાવ્યું હતુ કે, એકટેમરા બાદ કોરોનામાં વધુ એક ટ્રીટમેન્ટ ઓપશનની માંગ વધે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. સાયટોસોર્બ નામના ડિવાઈસની કોરોનાના દર્દી ઉપર ઉપયોગ કરવાની કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે. આ ડિવાઈસ લીવર, કિડની, લંગ્સ અને શરીરના બીજા અંગ ફેઇલ થઈ જાય ત્યારે આ સાયટોસોર્બ નામના ડીવાઈસનો બ્લડ શુદ્ધ કરવા માટે ઉપયોગ થતો હતો. 18 વર્ષથી ઉપરની ઉમરના કોરોનાના પોજીટીવ દર્દીઓ માટે સાયટોસોર્બનો ઉપયોગ કરવા માટે કેન્દ્ર સરકારે હાલમાં જ મંજૂરી આપી છે.

અમેરિકન સરકારે પણ સાયટોસોર્બ નામના ડિવાઈસની કોરોનાના પોજીટીવ દર્દીઓની સારવાર માટે ઉપયોગ કરવાની મંજૂરી આપી છે. સાયટોસોર્બ નામના ડીવાઈસની હાલ ગુજરાતમાં કિંમત 96 હજાર 500 જાણવા મળી રહી છે. ગુજરાતમાં હાલ સાયટોસોર્બ નામના ડીવાઈસ 5 જેટલા ઉપલબ્ધ છે. આગામી બે દિવસમાં વધુ 20 ડીવાઈસ ગુજરાતમાં આવશે. મળતી માહિતી અનુસાર, આ સાયટોસોર્બ ડીવાઈસ ભારતની એક માત્ર કંપની પાસે છે. આ સાયટોસોર્બ ડીવાઈસ વિદેશમાં બને છે. સાયટોસોર્બ ડીવાઈસનું ભારતમાં માર્કેટિંગ લાઇસન્સ દેશની એકમાત્ર કંપની બાયોકોન નામની ખાનગી કંપની પાસે છે.

ડૉક્ટરનો દાવો છે કે, કોરોનાના દર્દીઓ પર આ ડિવાઇસનો ઉપોયગ કરી શકાય છે. જો હાલ અત્યાર સુધી કોઇ ડૉક્ટર કે, હોસ્પિટલ દ્વારા કોવિડના દર્દી માટે આ ડિવાઇસનો ઉપોયગ થયો નથી. આ દવા સામાન્ય લોકોને પરવડે તેમ નથી. માત્ર ધનવાન લોકો માટે આ દવા આર્શિવાદ રૂપ સાબિત થઇ શકે છે. કારણે કે, ડિવાઇસની કિંમત ઘણી ઉંચી હોવાથી આ દવા સામાન્ય દર્દીઓ મેળવી શકે તે અશક્ય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *