ચાલુ બાઈકમાં લાગી ગઈ આગ- TRB જવાને વાપરી સમયસુચકતા અને બચાવ્યો માતા-પુત્રનો જીવ

સુરત(Surat): શહેરમાં ભાગળ(Bhagal) ચાર રસ્તા પાસે એક ચાલુ બાઇકમાં આગ(Ongoing bike fire) ભડકી ઉઠતા લોકો પણ આશ્ચર્યમાં પડી ગયા હતા. જોકે પત્ની અને પુત્ર સાથે…

સુરત(Surat): શહેરમાં ભાગળ(Bhagal) ચાર રસ્તા પાસે એક ચાલુ બાઇકમાં આગ(Ongoing bike fire) ભડકી ઉઠતા લોકો પણ આશ્ચર્યમાં પડી ગયા હતા. જોકે પત્ની અને પુત્ર સાથે જતા બાઇક ચાલક યુવાનની સુજબૂજ દાખવી બાઇક રોડની બાજુમાં પાર્ક કરી આગને કાબૂમાં લેવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. માત્ર એટલું જ નહીં પણ ભેગા થઈ ગયેલા લોકોએ પણ બાઇકની આગને ઓલવવા માટે આગળ દોડી આવ્યા હતા.

રસ્તા ઉપર ભડભડ સળગતી બાઇક પર લગાવવામાં આવ્યો પાણીનો મારો:
તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, બાઇક ચાલક એના પરિવાર એટલે કે પત્ની અને માસુમ બાળક સાથે બહાર જઈ રહ્યા હતા. ત્યારે જ અચાનક બાઇકમાં આગ ફાટી નીકળી હતી. જેથી ફરજ બજાવી રહેલા TRB જવાન સોનવણે જયેશ તુકારામ થોડી ક્ષણનો પણ વિલંબ કર્યા વિના બર્નિંગ બાઇકની આગને કાબૂમાં લેવા માટે પીવાના પાણીનો 20 લીટરનો જગ લઈને સળગતી બાઈક નજીક દોડી ગયો હતો અને રસ્તા ઉપર સળગતી બાઇક પર પાણી નાખીને આગને કાબૂમાં લીધી હતી.

કોઈ જાનહાનિ નહિ, મોટી દુર્ઘટના ટળી:
મળતી માહિતી અનુસારસ્થાનિક લોકો રોડ પરથી માટી લઈ આગને કંટ્રોલ કરવામાં  માટે આગળ ગયા હતા. બસ ગણતરીની મિનિટોમાં જ બધાના પ્રયાસથી આગ કાબૂમાં આવી ગઈ અને કોઈ જાનહાનિ થઇ નહોતી જેને પગલે મોટી દુર્ઘટના ટળી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *