ભરૂચ | બાઈક સવાર યુવાન માટે કાળ બનીને આવ્યું ડમ્પર; ડમ્પરે બાઈક સવાર યુવાનને કચડી નાખતા મોત

Bharuch accident: ભરૂચના ભોલાવમાં આવેલ ધર્મનગર ટાઉનશીપ પાસે ડમ્પર ચાલકે બાઇકને ટક્કર મારતા બાઈક સવારનું મોત થયું હતું.ત્યારે આ અકસ્માતના પગલે લોકોનું ટોળું એકત્ર થઇ ગયું હતું.આ ઘટના અંગે પોલીસને જાણ કરી હતી.અકસ્માત કર્યા બાદ ડમ્પર ચાલક(Bharuch accident) ફરાર થવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. લોકોએ ડમ્પર ચાલકને ઝડપી પોલીસને હવાલે કર્યો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

ડમ્પર ચાલકે બાઇક સવારને ટક્કર મારતા અકસ્માત સર્જાયો
વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના વલણ ગામમાં રહેતો ફિરોઝ યુનુસભાઈ બેરા ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલી વસંત મસાલામાં સેલ્સમેન તરીકે ફરજ બજાવતો હતો. આજ રોજ તે રાબેતા મુજબ તે પોતાની નોકરી પર આવ્યા બાદ કોઈ કામ અર્થે ફિલ્ડમાં નીકળ્યો હતો.

ત્યારે તે બાઈક પર ધર્મનગર ટાઉનશીપ નજીક પાસેથી પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન પાછળથી પુરપાટ ઝડપે ધસી આવેલા ડમ્પર ચાલકે બાઇક સવારને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.જેમાં બાઈક સવાર ફિરોઝ યુનસ બેરાનું ઘટના સ્થળે કમ કમાટી ભર્યું મોત નીપજ્યું હતું.ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકોના ટોળા સ્થળ પર ઉમટી પડ્યા હતા.

આરોપી ડમ્પર ચાલકની પોલીસે કરી અટકાયત
આ સમગ્ર ઘટના બાદ ડમ્પરચાલક પોતાનો ડમ્પર મૂકીને ફરાર થતા લોક ટોળા તેને ઝડપી પાડી સી ડીવીઝન પોલીસના હવાલે કર્યો હતો.આ સમગ્ર ઘટનામાં સી ડિવિઝન પોલીસે આરોપી ડમ્પર ચાલકની અટકાયત કરી અકસ્માત અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે સાંકળી ગલીઓમાં પણ પૂર ઝડપે દોડતા મહાકાય ડમ્પરોથી લોકોમાં આક્રોશ પણ જોવા મળી રહ્યો છે.જોકે ઘટનાની જ જાણ થતાં જ પરિવાર સહિત ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

ગઈકાલે અલગ અલગ અકસ્માતમાં 5 મોતને ભેટ્યા
ગઈકાલે પણ રાજ્યમાં એક બાદ એક ચાર અકસ્માતની ઘટના સામે આવી હતી.જેમાં 5 લોકોની જિંદગી હોએ હતી.જેમાં સુરેન્દ્રનગરના વણોદ નજીક કાર અને ટ્રેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. કાર ચાલકનું ઘટના સ્થળ પર મોત થયું હતું. ઘટનાને લઈને પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી. ટક્કર એટલી ભયાનક હતી કે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. અકસ્માતમાં મોત નિપજનાર વ્યક્તિના મૃતદેહને પોલીસે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો.