Benefits of Bael: ઉનાળાની શરૂઆત હવે થઈ ગઈ છે, ત્યારે અનેક બીમારીઓમાં રામબાણનું કામ કરે છે બીલીનું શરબત. જેથી આજે અમે તમને બીલીના (Benefits of Bael) ફળનું શરબત પીવાના ગજબના સ્વાસ્થ્ય લાભ જણાવીશું. બીલીના ફળમાં પ્રોટીન, ફાયબર, કાર્બોહાઈડ્રેટ, કેલ્શિયમ, આયર્ન અને વિટામિન્સ હોય છે. બીલીના ફળનું શરબત પીવાથી ભરપૂર તાજગી અને ઠંડક મળે છે. આ શરબત ડાયાબિટીસ, હાર્ટ પ્રોબ્લેમ્સ અને અલ્સર જેવી બીમારીઓથી બચાવવામાં ઈફેક્ટિવ છે.
બીલાનું શરબત પીવાથી શરીરને બીટા કેરોટીન, પ્રોટીન, રાઈબોફ્લેવિન, વિટામીન સી, વિટામિન બી અને બી ટુ, થાયમિન, નિયાસિન, કેરોટીન, કેલ્શિયમ, પોટેશિયમ અને ફાઈબર જેવા પોષકતત્વ મળે છે.
આ સરબત પીવાથી થયા છે આ ફાયદાઓ
આ શરબત પીવાથી કબજિયાતથી રાહત મળે છે અને દસ્તની તકલીફને નિયંત્રિત કરે છે. શરીરમાં લોહી વધારે છે અને પેટના દુખાવામાં આરામ આપે છે. આ શરબત પેચિશ થવા પર તેને પણ કંટ્રોલ કરે છે.
આ શરબત પેટની ગરમી દૂર કરીને ઠંડક પ્રદાન કરે છે, આ શરબત પીવાથી કબજીયાત અને ગેસની સમસ્યા દૂર થાય છે. તેમજ આ શરબત ભોજનનું પાચન કરવામાં મદદ કરે છે.
બીલાનું શરબત શરીરમાંથી વિષાક્ત પદાર્થો દૂર કરીને તેને શુદ્ધ કરવાનું કામ કરે છે. આ ફળ જલ્દી ખરાબ નથી થતું. તેનો અનેક દિવસ સુધી ઉપયોગ કરી શકાય છે. જે લોકો બીલાનું શરબત પસંદ નથી કરતા, તેઓ તેના પાવડરનું પણ સેવન કરી શકે છે. જે શરીર માટે શરબત કરતાં વધુ ફાયદાકારક છે. એટલું જ નહીં તેને સ્કેલ્પમાં લગાવવાથી ખંજવાળ તથા ડેન્ડ્રફથી રાહત મળે છે તથા વાળને પોષણ પણ મળે છે.
બીલાનું શરબત બનાવવાની રીત
બીલાનું શરબત બનાવવું ખૂબ જ સરળ છે. તેનામાટે મીડિયમ સાઈઝનું બીલી લઈ લો. તેમાંથી બીજ દૂર કરી દો અને તેના પલ્પને ખૂબ જ સારી રીતે મિક્સ કરી લો. એક વાસણમાં થોડું પાણી લો અને તેમાં ખાંડ ઓગાળી લો. (સ્વાદ અનુસાર ખાંડ ઓછી અથવા વધારે નાંખી શકો છો, ધ્યાન રહે કે બીલીની પોતાની મીઠાસ પણ હોય છે.) ખાંડવાળા પાણીમાં એક ગ્લાસ શરબત માટે બે ચમચી બીલીનું મિશ્રણ ભેળવો. તેમાં થોડું સંચળ અને લીંબુ મિક્સ કરી આ મિશ્રણને મિક્સરમાં મિક્સ કરો, બીલીનું શરબત તૈયાર છે.
આ લોકોને બીલીનું શરબત પીવું નહીં
ડાયાબિટીસના દર્દીએ બીલીના શરબતનું સેવન ન કરવું જોઈએ. જે લોકોને હાઇ બ્લડપ્રેશરની સમસ્યા રહે છે, તેમણે ડોક્ટરની સલાહ અનુસાર શરબતનું સેવન કરવું જોઈએ. જે લોકો કાર્ડિયાક પેશન્ટ છે, તેમણે આ શરબતનું સેવન ન કરવું જોઈએ.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App