biparjoy cyclone break record last 10 years: આ વર્ષે અરબી સમુદ્રમાં સર્જાયું પ્રથમ તોફાન ઝડપથી ગંભીર ચક્રવતી તોફાનમાં ફેરવાઈ ગયું છે. બિપરજોય (biparjoy) ગુજરાત (Gujarat) નજીક દક્ષિણ પૂર્વક અરબી સમુદ્રમાં પહોંચવાનું છે વાવાઝોડાની કારણે તારીખ 15મી જૂને બપોર સુધીમાં જખૌ બંદર (ગુજરાત), માંડવી અને કરાચી (પાકિસ્તાન) માંથી પસાર થશે. તારીખ 16 મી જુને રાજસ્થાન પહોંચવાની શક્યતા છે. હવામાન વિભાગ જણાવ્યા અનુસાર, મહત્તમ ઝડપ પવન 125-135 kmph થી 150 kmph ફુંકાઈ શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મંગળવારે વાવાઝોડું થોડું ધીમું પડ્યું છે એવું લાગે છે. પરંતુ તે હજુ પણ ખતરનાક છે. બિપરજોય વાવાઝોડું તારીખ 15 જૂને બપોર કચ્છ જિલ્લાના જખૌ બંદર સાથે ત્રાટકશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ વાવાઝોડાની ટક્કરથી 150મી પ્રતિ કલાકની ઝડપ પવન ફૂકવાની આશંકા છે. ગુજરાત અને મુંબઈના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગાજવીજ ચાલુ છે. ગુજરાત અને મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં સાત લોકોના મોત થયા છે.
ગુજરાતના અનેક વિસ્તારોમાં વિસ્તારોમાં બિપરજોયની અસર
ગુજરાતના જિલ્લાઓમાં તારીખ 14 જુનથી વાવાઝોડાની અસર દેખાવા લાગી છે. જેના કારણે અનેક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. અરવલ્લી જિલ્લામાં પણ ભારે વરસાદ પડ્યો છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં ઓરેન્જ અલર્ટ પણ જાહેર કરાયું છે.
NDRF ની 17 ટીમો અને SDRF ની 13 ટીમો અનેક વિસ્તારોમાં તેનાત કરવામાં આવી છે. ગુજરાતમાં 21 હજારથી વધુ મોટો બોટોને સલામત સ્થળે લઈ જવામાં આવી છે.ગુજરાતના કચ્છ જિલ્લામાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. ગુજરાતના કચ્છ,દ્વારકા,જામનગર,પોરબંદર,રાજકોટ,મોરબી અને જૂનાગઢમાં તારીખ 14 અને 15 મી જુન દરમિયાન ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આરોગ્ય મંત્રી મનસુખ માંડવી ગુજરાતના કાંધલ પોર્ટ ની મુલાકાત લીધી છે. તોફાનની ગંભીરતાને જોઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ઈમરજન્સી બેઠક પણ યોજી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.