કૌભાંડી કરુણેશએ કોરોના કાળમાં સરકાર પાસેથી ગરીબોના નાસ્તા પાણીના નામે એક કરોડ લઈ વ્યાજે ફેરવ્યા

હાલ હત્યાની કોશિશ અને રાયોટિંગના ગુનામાં પોલીસ કસ્ટડીમાં રહેલા કરુણેશ રાણપરીયા (Karunesh Ranpariya) અને તેના સાગરીતો ના રિમાન્ડમાં ચોકાવનારી વિગતો બહાર આવી છે કોરોના કાળમાં…

હાલ હત્યાની કોશિશ અને રાયોટિંગના ગુનામાં પોલીસ કસ્ટડીમાં રહેલા કરુણેશ રાણપરીયા (Karunesh Ranpariya) અને તેના સાગરીતો ના રિમાન્ડમાં ચોકાવનારી વિગતો બહાર આવી છે કોરોના કાળમાં ગરીબોને ભોજન આપનાર સંસ્થાઓ બહાર આવી હતી ત્યારે કરુણેશ રાણપરિયાએ (Karunesh Ranpariya) પણ એક ટ્રસ્ટના નામે યુવા ટીમ બનાવીને સેવાઓનું કામ શરૂ કર્યું હતું. પોતાની સેવાના કાર્યો Facebook લાઇવના માધ્યમથી સેવાનું કામ લોકો સમક્ષ મૂકીને સામાજિક સંસ્થાઓ અને આગેવાનો પાસેથી અઢળક ભંડોળ મેળવ્યું હતું.

કોરોના કાળમાં સેવા કરનાર સંસ્થાઓને સરકાર દ્વારા ગ્રાન્ટ આપવામાં આવી હતી અને કરેલા ખર્ચના બિલ મૂકે તેમને યોગ્ય ગ્રાન્ટ ફાળવવામાં આવતી હતી, ત્યારે કરુણેશ રાણપરિયા એ સુરત કલેકટર પાસેથી એક કરોડ જેટલી રકમનો ગ્રાન્ટનો ચેક મેળવ્યો હતો. તેવી વાતનો ખુલાસો પોલીસ તપાસ દરમિયાન થયો છે.

ત્યારબાદ કરુણેશ દ્વારા તેજસ સંઘર્ષના સાથી ભૂખ્યાને ભોજન નામના અલગ અલગ નોંધાયેલા અને ન નોંધાયેલા ગ્રુપ ચાલુ કરીને રકમ ભેગી કરવામાં આવી છે, તે અંગેની તપાસ પોલીસ કરી રહી છે. આટલું જ નહીં કરુણેશ એ સરકારમાંથી મેળવેલી રકમ ધિરાણ કરવાનું લાયસન્સ ન હોવા છતાં કરુણેશે જેમને વ્યાજે આપી હતી. તેમાંથી ઘણી ખરી રકમ રિકવર કરી હોવાની વાત પણ સામે આવી છે.

પોલીસે અદાલતમાં વધુ રિમાન્ડ માંગવા જણાવ્યું હતું કે, કરુણેશએ લોકડાઉનમાં મજૂરોના નામે સરકારે આપેલા રૂપિયા 1 કરોડના વ્યવહારોમાં પણ ભારે ગોટાળા મળ્યા છે. મજૂરોના ગાઠિયા, બુંદી અને પાણીની બોટલના 1 કરોડ રૂપિયા પણ આરોપી ચાંઉ કરી ગયો છે. 1 કરોડમાં 30થી 40 લાખના વ્યવહાર તો એવા છે જેમાં ખર્ચા પેટે કરિયાણાના વેપારી કેતન ગોટી અને પેટ્રોલિયમના વેપારીને ચેક આપ્યા હતા. અને બાદમાં તેમની પાસેથી રોકડ લઇ લેવામાં આવી હતી.

પોલીસે અન્ય કેટલાક મુદ્દાઓને આગળ કરીને કરુણેશ રાણપરીયા અને તેના માણસોના રિમાન્ડ મેળવ્યા છે. સાથે સાથે ભાગેડુ આરોપીઓ ચિરાગ મેર અને તેની સાથેના માણસો ની ધરપકડ અને કરુણેશ રાણપરિયા ને મદદ કરનાર લોકોની તપાસ કરવાની બાકી હોવાનું સામે આવ્યું છે.

અમારા સુત્રો જણાવે છે કે, કરુણેશ દ્વારા ખાનગી વ્યકતીઓના તોડ પણ કરાયા હતા અને મસમોટી  મિલકતો ખરીદ કરવામાં આવી છે. કરુણેશની રાજકીય પહોંચ અને પોલીસ ઓળખાણના ડર થી પીડિતો કરુણેશ જેલમાં હોવા છતાં હજુ ડરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

One Reply to “કૌભાંડી કરુણેશએ કોરોના કાળમાં સરકાર પાસેથી ગરીબોના નાસ્તા પાણીના નામે એક કરોડ લઈ વ્યાજે ફેરવ્યા”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *