સિંહનું નામ સાંભળતાની સાથે જ ડર આવી જાય છે પછી તે માણસ હોય કે પ્રાણી. સિંહો ખૂબ જ ખતરનાક હોય છે, તેથી તેનું નામ સાંભળતા જ લોકોના હાથ-પગ ધ્રૂજવા લાગે છે. કારણ કે એક વખત સિંહની સામે કોઈ આવી જાય તો પણ તેના માટે ત્યાંથી બચવું અશક્ય છે. પરંતુ, શું તમે ક્યારેય સાંભળ્યું કે જોયું છે જંગલનું સૌથી ખતરનાક પ્રાણી, જેની સામે બધાની હાર થાય છે અને જેના કારણે જંગલનું દરેક પ્રાણી ડરતું હોય છે. જો તમે ન જોયો હોય તો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો આ વીડિયો જોઈ લો, જેમાં કંઈક આવું જ બતાવવામાં આવ્યું છે અને તમને વિશ્વાસ નહીં થાય.
Even the king respects the right of passage…
Lion stopping to give way to the bird.
?Animales y bichitos pic.twitter.com/ZNiH5xI4hj— Susanta Nanda IFS (@susantananda3) March 1, 2022
વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે 3 સિંહો રસ્તાની સામે આવી રહ્યા છે અને ત્યારે જ તેની બાજુમાં એક ગેંડો અને એક પક્ષી રોડ ક્રોસ કરતા જોવા મળે છે. જેવું પક્ષી રસ્તો ક્રોસ કરવાનું શરૂ કરે છે ત્યારે ત્રણેય સિંહો પોતપોતાની જગ્યાએ અટકી જાય છે, જ્યાં સુધી પક્ષી રસ્તો ઓળંગીને આગળ ન જાય ત્યાં સુધી. આવો નજારો તમે આ પહેલા ભાગ્યે જ જોયો હશે, જ્યાં સિંહ પક્ષી માટે પોતાનો રસ્તો છોડી દે.
આ વીડિયો IFS ઓફિસર સુસાંતા નંદાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો છે. વીડિયોની સાથે સાથે તેણે એક કેપ્શનમાં લખ્યું છે કે, રાજા પણ લોકોના અધિકારનું સન્માન કરે છે… સિંહ પક્ષીને રસ્તો આપવા માટે રોકાઈ ગયો. આ વિડિયો જોઈને દરેક લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે, લોકો આ વીડિયો પર ઘણી કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું -અનમોલ. બીજાએ લખ્યું -આપણે પણ તેમની પાસેથી શીખવું જોઈએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.