તમને જાણીને નવાઈ લાગશે કે, લગ્નના 12 કલાક બાદ જ દુલહને આપ્યો બેટી ને જન્મ. જીહા, આ આખી ઘટના ઇંગ્લેન્ડમાં રહેતા બે પ્રેમીઓનો છે, આ છોકરીનું નામ ડેની માઉન્ટપર્ડ છે જે ફક્ત 19 વર્ષની છે અને છોકરાનું નામ કાર્લ છે જે ફક્ત 18 વર્ષનો છે. આ પ્રેમાળ દંપતીના શારીરિક સંબંધને કારણે પહેલાથી જ ગર્લફ્રેન્ડ ગર્ભવતી થઈ ગઈ હતી પરંતુ બંને આનાથી ખૂબ જ ખુશ હતા.
થનારા બાળક માટે કાનૂની માતાપિતા બનવા બંને લગ્ન કરવા ઇચ્છતા હતા. તેથી જ્યારે તેઓએ ડોક્ટરને બતાવ્યું, ત્યારે ડોક્ટરે જાન્યુઆરીના ડિલિવરી કરવા માટે કહ્યું, તેથી બંનેએ ડિસેમ્બરમાં લગ્નનો કાર્યક્રમ રાખ્યો. લગ્નના બીજા દિવસે રીસેપ્સન પણ રાખવામાં આવ્યું હતું.
બધા મહેમાનો રીસેપ્સનમાં આવી ગયા હતા, ત્યારબાદ પાર્ટી શરૂ થઈ, પછી તે કપલ સ્ટેજ પરથી ઉતરીને ફ્લોર પર ડાન્સ કરવા લાગ્યું. જ્યારે ડેનીએ લગ્નનો ડ્રેસ પહેર્યો ત્યારે અચાનક તેના પેટમાં ખૂબ જ દુખાવો થવા લાગ્યો, પરંતુ તે થોડા સમય માટે સહન કરતી રહી, પરંતુ વધુ દર્દ સહન કર્યા પછી હોસ્પિટલમાં જવાનું નક્કી કર્યું અને તેના લગ્નના દિવસે તેણે એક બાળકીને જન્મ આપ્યો. રિસેપ્શનમાં તેના સબંધીઓને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તે સાંભળીને બધા આશ્ચર્યચકિત થઈ ગયા.
ડોકટરના કહેવા પ્રમાણે, તેની પાણીની થેલી ફાટી ગઈ હતી અને બાળક બહાર આવી રહ્યું હતું. તેથી તેને પેટનો દુખાવો થયો હતો અને તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી અને ત્યારબાદ તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો હતો. માતા બન્યા પછી ડેનીએ કહ્યું કે આ તેમના લગ્નની સૌથી સુંદર ભેટ છે. ચાલો તમને જણાવી દઇએ કે ડેની અને કાર્લે તેમની સુંદર પુત્રીનું નામ જાસ્મિન રાખ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.