Birth of Rama and Sita: અયોધ્યામાં ભગવાન શ્રીરામ નવનિર્મિત મંદિરમાં બિરાજમાન થયા છે.ત્યારે સોમવારે રામલલાની પ્રાણપ્રતિષ્ઠા સાથે જ ગુજરાતનાં મહાનગરોમાં 26 બાળક જન્મ્યાં(Birth of Rama and Sita ) હતાં. જેમાં અમદાવાદમાં ટ્વિન્સ સાથે ત્રણ બાળક જન્મ્યાં છે. જ્યારે સુરતમાં 16 બાળકના જન્મ થયાં છે. તેમજ વડોદરામાં પાંચ બાળકનો જન્મ થયો છે. જ્યારે રાજકોટમાં બે બાળકનો જન્મ થયો હતો.
ગુજરાતના મહાનગરોમાં 26થી વધુ બાળકો જન્મ્યા
અયોધ્યામાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠા સાથે જ ગુજરાતનાં મહાનગરોમાં 26 બાળક જન્મ્યાં હતાં. જેમાં અમદાવાદમાં ટ્વિન્સ સાથે ત્રણ બાળક જન્મ્યાં હતાં. જેમાં બે દીકરી અને એક દીકરાનો સમાવેશ થાય છે. જ્યારે સુરતમાં 16 બાળકના જન્મ થયાં હતાં. જેના નામ પણ પરિવારે રામ અને સીતા રાખ્યાં છે. તેમજ વડોદરામાં પાંચ બાળકનો જન્મ થયો હતો. જેમાં ત્રણ પુત્ર અને બે પુત્રીનો સમાવેશ થાય છે. જ્યારે રાજકોટમાં બે બાળકનો જન્મ થયો હતો અને બન્ને પુત્ર છે.
યુપીમાં મુસ્લિમ પરિવારે શિશુને રામ-રહીમ નામ આપ્યું
યુપીના ફિરોઝાબાદમાં મુસ્લિમ પરિવારે પોતાના નવજાત પુત્રને રામરહીમ નામ આપ્યું હતું. ગુજરાતની વાત કરીએ તો દાહોદની પડવાલ હોસ્પિટલમાં 6 બાળકની સિઝેરિયન ડિલિવરી કરવામાં આવી હતી તો ખાનગી દવાખાનામાં કુલ 43 બાળકનો જન્મ થયો હતો.
બાળકોના માતાપિતા માટે આ દિવસ રહેશે યાદગાર
વડનગરની સિવિલ હૉસ્પિટલમાં 11 બાળકોનો જન્મ થયો હતો. જેમાં એક શિશુનો જન્મ બરાબર 12.30 વાગ્યે પ્રાણ પ્રતિષ્ઠા શુભ મુહૂર્ત વખતે થયો હતો. 11 પૈકી 3 સિઝેરિયન અને 8 નોર્મલ પ્રસૂતિ થઈ હતી. પાટણની અગ્રવાલ હૉસ્પિટલના ડૉ.અતુલે જણાવ્યું હતું કે અમારી હોસ્પિટલમાં શિશુનો જન્મ થતા જાણે શ્રીરામ આવ્યા હોય એવો આનંદ રેલાયો હતો.
શુભ મુહૂર્તને ધ્યાનમાં રાખીને બાળકોની ડિલિવરી થઈ
સાબરકાંઠાના જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર રાજ સુતરીયાએ જણાવ્યું કે જિલ્લામાં 49 પીએચસી,13 સીએચસી અને 02 સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ સહિત સરકારી દવાખાનાઓમાં 22 જાન્યુઆરીએ 27 બાળકોની ઈડીબી એક્સપેક્ટેડ ડેટ ઓફ બર્થ-અપેક્ષિત જન્મ માટે તારીખ આપવામાં આવી હતી. તેમણે ઉમેર્યું કે સાંજે 4 વાગ્યા સુધીમાં જિલ્લાની 29 પ્રસૂતાઓએ બાળકોને જન્મ આપ્યો છે. આ ઉપરાંત નડિયાદ, મોરબી, જૂનાગઢ, સુરેન્દ્રનગર, વડોદરા સહિતના શહેરોમાં પણ શુભ મુહૂર્તને ધ્યાનમાં રાખીને બાળકોની ડિલિવરી થઈ હતી.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લaખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube