આ કંપનીમાં બિસ્કિટ ચાખવાની નોકરીમાં મળી રહ્યો છે 40 લાખ રૂપિયા પગાર, જાણો જલ્દી..

Published on: 11:14 am, Sun, 18 October 20

નોકરીઓને લઈ તમામ લોકોના સપના જુદા-જુદાં હોય છે. તમામ લોકો સારા પગારની સાથે નોકરીમાં થોડો આનંદ તથા આરામ કરવા માંગે છે. પ્રશ્ન ઉભો થાય છે કે, આવી નોકરી મેળવવી શક્ય છે કે કેમ? કલ્પના કરો કે, જો તમને બિસ્કીટ ચાખવા માટે કુલ 40,000 પાઉન્ડ એટલે કે, અંદાજે 40 લાખ રૂપિયાનું વાર્ષિક પેકેજ મળે, તો તમે શું કરશો?

હા, સ્કોટલેન્ડની એક બિસ્કિટ બનાવતી કંપની ‘બોર્ડર બિસ્કીટ’ (Border Biscuits) આવી જ કેટલીક નોકરીઓ આપી રહી છે. ખરેખર, આ કંપનીએ નોકરી માટે અરજીની માંગણી કરી છે. ‘બોર્ડર બિસ્કીટ’ પોતાના માટે ‘માસ્ટર બિસ્કીટર’ (Master Biscuitier) શોધી રહી છે.

એક વેબસાઇટ પરથી મળેલ જાણકારી પ્રમાણે, બિસ્કિટનો સ્વાદ ચાખવા મતે આ કંપની વાર્ષિક અંદાજે 40 લાખ રૂપિયાનું પેકેજ આપશે. આ વેકેન્સી ફુલ ટાઇમ હશે તથા વર્ષમાં કુલ 35 દિવસની રજાઓ પણ ઉપલબ્ધ રહેશે. આની સાથે જ બિસ્કિટ પણ મફતમાં મળશે.

ઇચ્છુક ઉમેદવારોને સ્વાદ તથા બિસ્કીટ ઉત્પાદનની ઉંડી સમજ હોવી જોઇએ. આની સાથે જ લીડરશિપ તથા કોમ્યુનિકેશન સ્કિલમાં હોંશિયાર હોવું પણ જરૂરી છે. ગ્રાહકોની સાથે સારા સંબંધ રાખવા માટે રસપ્રદ ઉપાય બતાવનાર કેન્ડિડેટ્સને નોકરીમાં પસંદ કરવામાં આવશે.

બોર્ડર બિસ્કીટના MD પોલ પાર્કિંસે જણાવતાં કહ્યું હતું કે, અમે સમગ્ર દેશના લોકોને અરજી કરવા માટે પ્રોત્સાહિત કરી રહ્યાં છીએ તથા કેટલાક સારા ઉમેદવારોને ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે. કંપનીના હેડ ઓફ બ્રાન્ડ સુજી કાર્લો જણાવતાં કહે છે કે, કંપની શ્રેષ્ઠ સ્વાદ તથા ગુણવત્તાવાળા બિસ્કિટની સાથે ગ્રાહકોને સેવા આપવા માટે પ્રતિબદ્ધ રહેલી છે. આ પ્રતિબદ્ધતાને પરિપૂર્ણ કરવા માટે, તેમને એક નવો ‘માસ્ટર બિસ્કીટર’ જોઈએ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle