અદાણી ગ્રીન એનર્જી લિ.ના સંયુક્ત સાહસમાં ટોટાલ એનર્જીસ એકસાથે 300 મિલિયન ડોલરનું કરશે રોકાણ

Adani Green Energy share: 1050 મેગાવોટના પોર્ટફોલિયો સાથે ટોટાલ એનર્જીઝ અને અદાણી ગ્રીન એનર્જી લિ.ની સમાન માલિકી ધરાવતું નવું સંયુકત સાહસ બનાવવા માટે ટોટાલ એનર્જી અને અદાણી ગ્રીન એનર્જી લિ. (એજીએલ) એ બંધનકર્તા કરાર કર્યો છે. આ પોર્ટફોલિયોમાં અગાઉથી કાર્યરત (300 મેગાવોટ), નિર્માણાધીન (500 મેગાવોટ) અને પ્રગતિ હેઠળના (250 મેગાવોટ)ના સોલાર અને વિન્ડ પાવર સાથેના  મિશ્રણનો સમાવેશ થશે. આ સંયુકત સાહસમાં અદાણી ગ્રીન એનર્જી(Adani Green Energy share) લિ. અસ્કયામતો અને ટોટલ એનર્જીસ ૩૦૦ MUS$ના ઇક્વિટી રોકાણમાં યોગદાન આપશે જે તેમના વિકાસને વધુ ટેકો આપશે.

આ નવા કરારના કારણે અદાણી ગ્રીન એનર્જી લિ.સાથેના વ્યુહાત્મક જોડાણને ટોટાલ એનર્જીસ વધુ મજબૂત બનાવશે અને 2030 સુધીમાં 45 ગીગાવોટ રિન્યુએબલ પાવર ક્ષમતાના લક્ષ્યને આંબવા સાથે રિન્યુએબલ એનર્જીના ક્ષેત્રમાં ભારતને અગ્રગણ્ય બનાવવામાં કંપનીને પીઠબળ આપશે.

અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ આ અંગે ટિપ્પણી કરતા કહ્યું હતું કે, “અમોને  અદાણી ગ્રીન એનર્જી લિ.માં ટોટાલએનર્જીસ સાથે અમારી લાંબા ગાળાની ભાગીદારીનો વિસ્તાર કરતા આનંદ થાય છે. આ રોકાણ ભારતના ડીકાર્બોનાઇઝેશન તરફના માર્ગને સરળ બનાવવામાં અદાણી ગ્રીન એનર્જી લિ.દ્વારા ભજવવામાં આવી રહેલી  મુખ્ય ભૂમિકાને વધુ મજબૂત કરશે. જેના કારણે 2030સુધીમાં 45 ગીગાવોટ રિન્યુએબલ એનર્જીની ક્ષમતા ધરાવવાનું અમારું વિઝન પૂરું કરવામાં મદદ મળશે.” આ સોદાની પૂર્ણતા અમુક નિયમનકારી મંજૂરીઓ મેળવવા સહિત રૂઢિગત શરતો પૂર્ણ કરવાને આધિન રહેશે

ટોટાલએનર્જીસના ચેરમેન અને મુખ્ય કારોબારી અધિકારી પેટ્રિક પોઉઆનેએ પ્રતિક્રીયા વ્યકત કરતા કહ્યું કે ; “ખાસ કરીને અદાણી ગ્રીન એનર્જી લિ.ની ભારતીય રિન્યુએબલ પાવરના રસપ્રદ માર્કેટમાં હાજરી, તેના કદ તથા વૃદ્ધિ અને આ ક્ષેત્રના બજારના પ્રારંભિક વિકાસને જોતા અદાણી ગ્રીન એનર્જી લિ. મારફત ટોટાલ એનર્જીસ સક્રિય રીતે વિકાસ કરી રહી છે. ૨૦૨૦ માં અમારા પ્રથમ સંયુક્ત સાહસ AGEL૨૩ અને ૨૦૨૧ માં અદાણી ગ્રીન એનર્જી લિ.માં શેરના અમારા સંપાદન બાદ અદાણી ગ્રીન એનર્જી લિ.સાથેનું આ નવું સંયુક્ત સાહસ અમને અસ્કયામતોના વિશાળ પોર્ટફોલિયોની સીધી ઍક્સેસ દ્વારા અમારા વિકાસને ઝડપી બનાવવા અને રીન્યુએબલ એનર્જીના ક્ષેત્રે ટોચની  ભારતીય કંપની તરીકે ઉભરી આવવાની અદાણી ગ્રીન એનર્જી  લિ.ની મહત્વાકાંક્ષાને સમર્થન આપવા સક્ષમ બનાવશે

અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ:
અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ ભારત સ્થિત અદાણી ગ્રુપનો હિસ્સો છે અને તે કાર્યરત, નિર્માણ હેઠળના, એનાયત થયેલી અને હસ્તગત કરાયેલ એસેટસ સહિત 20.૪ GW3નો ઈન્વેસ્ટમેન્ટ ગ્રેડ કાઉન્ટર પાર્ટીઝને સર્વિસ પૂરી પાડતો વિશ્વનો સૌથી મોટો રિન્યુએબલ પોર્ટફોલિયો ધરાવે છે. કંપની યુટીલીટી સ્તરના ગ્રીડ કનેક્ટેડ સોલાર અને વિન્ડફાર્મ પ્રોજેક્ટસનો બિલ્ડ, ઑન, ઓપરેટ અને મેઈન્ટેનના ધોરણે વિકસાવે છે.  કંપની વીજ ઉત્પાદનના ડીકાર્બોનાઇઝેશન ઉપર લક્ષ્ય કેન્દ્રીત કરીને ભારતને તેના ટકાઉપણાના ધ્યેયને હાંસલ કરવામાં સહાયરુપ થાય છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *