ગુજરાત(Gujarat): વિધાનસભાની ચૂંટણી(Assembly elections)ને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી(BJP) દ્વારા ઉમેદવારી લિસ્ટ જાહેર તે પહેલા એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. વિધાનસભા ઉમેદવારો(BJP candidates)ને ટેલિફોનિક જાણકારી આપી હોવાની ચર્ચાઓ વહેતી થઇ હતી. મહત્વનું છે કે દિલ્હી ભાજપ હાઈકમાન્ડમાં ઉમેદવારોના નામો ફાઈનલ કરવા માટે મોડી રાત સુધી બેઠક ચાલી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભાજપ દ્વારા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર થાય તે પહેલાં જ નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યા છે. ભાજપે ઉમેદવારોની યાદી જાહેર થાય તે પહેલાં ફોન કરીને ઉમેદવારોને જાણ કરી દેવામાં આવી હતી. ટેલિફોનિક જાણકારી આપીને ઉમેદવારોને અવગત કર્યા હતા. ભાજપે મોડીરાતથી ટેલિફોન કરીને ઉમેદવારોને જાણ કરવાનું શરૂ કરી દીધું હતું. ત્યારે હવે ભાજપે સતાવાર રીતે પોતાના ઉમેદવારની જાહેરાત કરી દીધી છે.
ભાજપે જાહેર કરી વિધાનસભા ઉમેદવારની પ્રથમ યાદી:
ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલ પ્રથમ વિધાનસભા યાદીમાં જેતપુરમાંથી જયેશ રાદડીયા, લિંબાયતમાંથી સંગીતા પાટીલ, વરાછામાંથી કુમાર કાનાણી, વલસાડમાંથી ભરત પટેલ, ઓલપાડમાંથી મુકેશ પટેલ, બારડોલીમાંથી ઈશ્વર પરમાર, ગાંધીધામમાંથી માલતીબેન મહેશ્વરી, જલાલપોરમાંથી આર.સી.પટેલ, રાપરમાંથી વિરેન્દ્ર સિંહ જાડેજા, દસાડામાંથી પી કે પરમાર, વઢવાણમાંથી જીગાબેન પંડ્યા, ચોટીલામાંથી શ્યામજીભાઈ, ગઢડામાંથી શંભુનાથ ટૂંડિયા, ગીર સોમનાથમાંથી માનસિંહભાઈ, અમરેલીમાંથી કૌશિક વેકરિયા, ધ્રાંગધ્રામાંથી પ્રકાશ વરમોરા, લીમડીમાંથી કિરીટસિંહ રાણા, ડી.કે સ્વામીમાંથી જંબુસરનો સમાવેશ થાય છે.
View this post on Instagram
વાગરામાંથી અરુણસિંહ રાણા, ભરૂચમાંથી રમેશ મિસ્ત્રી, અંકલેશ્વરમાંથી ઈશ્વર પટેલ, ઝઘડિયામાંથી રિતેશ વસાવામ, અબડાસામાંથી પ્રદ્યુમનસિંહ જાડેજા, રાપરમાંથી વિરેન્દ્રસિંહ જાડેજા,, ગાંધીધામમાંથી માલતીબેન મહેશ્વરી, અંજારમાંથી ત્રિકમ છાંગા, ભુજમાંથી કેશુભાઈ પટેલ, વિસાવદરમાંથી હર્ષદ રિબડિયા, પારડીમાંથી કનુભાઈ દેસાઈ, જસદણમાંથી કુંવરજી બાવળિયા, રાજકોટ પશ્ચિમ બેઠકમાંથી દર્શિતા શાહ, રાજકોટ પૂર્વ બેઠકમાંથી ઉદય કાનગડ, રાજકોટ ગ્રામ્ય બેઠકમાંથી ભાનુબેન બાબરિયા, ગાંધીનગર દક્ષિણ બેઠકમાંથી અલ્પેશ ઠાકોર, મોરબીમાંથી કાંતિ અમૃતિયા, ટંકારા પડધરીમાંથી દુર્લભજી દેથરીયા,વાંકાનેરમાંથી જીતુ સોમાણીનો સમાવેશ થાય છે.
વિધાનસભા ૧ અબડાસામાંથી પ્રધુમનસિંહ જાડેજા, વિધાનસભા ૨ માંડવીમાંથી અનીરૂધ્ધ દવે, વિધાનસભા ૩ ભૂજમાંથી કેશુભાઈ પટેલ, વિધાનસભા ૪ અંજારમાંથી ત્રિકમ છાંગા (માસ્તર), વિધાનસભા ૫ ગાંધીધામમાંથી માલતી મહેશ્વરી, વિધાનસભા ૬ રાપરમાંથી વિરેન્દ્રસિંહ જાડેજા, વિધાનસભા ૨૨ વિસનગરમાંથી ઋષિકેશ પટેલ, વિધાનસભા ૨૯ ખેડબ્રહ્મામાંથી અશ્વીન કોટવાલ, વિધાનસભા ૩૬ ગાંધીનગર દક્ષિણમાંથી અલ્પેશ ઠાકોર,વિધાનસભા ૩૯ વિરમગામમાંથી હાર્દીક પટેલ ચુંટણી લડશે.
View this post on Instagram
વિધાનસભા ૬૦ દસાડામાંથી પી.કે. પરમાર, વિધાનસભા ૬૧ લીંબડીમાંથી કિરીટસિંહ રાણા (રિપિટ), વિધાનસભા ૬૨ વઢવાણમાંથી જિજ્ઞા પંડ્યા, વિધાનસભા ૬૩ ચોટીલામાંથી શામજી ચૌહાણ, વિધાનસભા ૬૪ ધાંગધ્રામાંથી પ્રકાશ વરમોરા, વિધાનસભા ૬૫ મોરબીમાંથી કાંતિ અમૃતિયા, વિધાનસભા ૬૬ ટંકારામાંથી દુર્લભજી, વિધાનસભા ૬૭ વાંકાનેરમાંથી જીતુ સોમાણી, વિધાનસભા ૬૮ રાજકોટ પુર્વમાંથી ઉદય કાનગડ, વિધાનસભા ૬૯ રાજકોટ પશ્ચીમમાંથી ડો. દર્શીતા શાહ, વિધાનસભા ૭૦ રાજકોટ દક્ષિણમાંથી રમેશ ટિલાળા, વિધાનસભા ૭૧ રાજકોટ ગ્રામ્યમાંથી ભાનુંબેન બાબરીયા ચુંટણી લડશે.
વિધાનસભા ૭૩ ગોંડલમાંથી ગીતાબા જાડેજા (રિપિટ), વિધાનસભા ૭૪ જેતપુરમાંથી જયેશ રાદડીયા, વિધાનસભા ૭૬ કાલાવાડમાંથી મેઘજી ચાવડા, વિધાનસભા ૭૭ જામનગર ગ્રામ્યમાંથી રાઘવજી પટેલ, વિધાનસભા ૭૯ જામનગર દક્ષિણમાંથી રીવાબા જાડેજા, વિધાનસભા ૮૦ જામજોધપુરથી ચિમન સાપરિયા, વિધાનસભા ૮૩ પોરબંદરમાંથી બાબુ બોખરીયા, વિધાનસભા ૮૬ જુનાગઢમાંથી સંજય કોરડીયા, વિધાનસભા ૮૭ વિસાવદરમાંથી હર્ષદ રિબડીયા, વિધાનસભા૯૦ સોમનાથમાંથી માનસીંહ પરમાર, વિધાનસભા ૯૨ કોડીનાર – ડો. પ્રધુમન વાજા, વિધાનસભા ૯૪ ધારી- જે વી કાકડીયા,વિધાનસભા ૯૫ અમરેલી- કૌશિક વેકરીયા, વિધાનસભા ૯૭ સાવરકુંડલા – મહેશ કશવાલા, વિધાનસભા ૯૮ રાજુલા – હિરા સોલંકી, વિધાનસભા ૧૦૬ ગઢડા- શંભુનાથ મહારાજ (Ex.MP) ચુંટણી લડશે.
વિધાનસભા ૧૫૦ જંબુસર – ડી કે સ્વામી, વિધાનસભા ૧૫૧ વાગરા – અરુણસિંહ રાણાવિધાનસભા ૧૫૨ ઝઘડિયા – રિતેશ વસાવા, વિધાનસભા ૧૫૩ ભરૂચ – રમેશ મિસ્ત્રી, વિધાનસભા ૧૫૪ અંકલેશ્વર ઇશ્વર પટેલ, વિધાનસભા ૧૫૯, સુરત ઇસ્ટ – અરવિંદ રાણા, વિધાનસભા ૧૬૦ સુરત નોર્થ – કાંતિ બલ્લર, વિધાનસભા ૧૬૧ વરાછા રોડ – કિશોર કાનાણી, વિધાનસભા ૧૬૨ કારંજ – પ્રવીણ ગોધારી, વિધાનસભા ૧૬૩ લિંબાયત – સંગીતા પાટીલ, વિધાનસભા ૧૬૪ ઉધના – મનુભાઈ પટેલ, વિધાનસભા ૧૬૫ મજુરા – હર્ષ સંઘવી, વિધાનસભા ૧૬૬ કતારગામ – વીનું ભાઈ મોરડીયા, વિધાનસભા ૧૬૭ સુરત વેસ્ટ – પુર્ણેશ મોદી, વિધાનસભા ૧૬૯ બારડોલી- ઇશ્વર પરમાર રિપિટ,વિધાનસભા ૧૭૪ જલાલપોર – આર.સી. પટેલ,વિધાનસભા ૧૭૫ નવસારી – રાકેશ દેસાઈ,વિધાનસભા ૧૭૯ વલસાડ – ભરત પટેલ રીપીટ, વિધાનસભા ૧૮૦ પારડી – કનુ દેસાઈ રીપીટ, વિધાનસભા ૧૮૧ કપરાડા – જિતુ ચૌધરી રીપીટ ચુંટણી લડશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.