5 રૂપિયામાં PM મોદીને મળવાનો મોકો, કરવું પડશે માત્ર આ કામ

Published on: 10:25 am, Fri, 30 November 18

ભારતીય જનતા પાર્ટી (BJP)વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વ્યક્તિત્વને વધારવાનો કોઇ મોકો છોડતી નથી. આ કોશિશ હેઠળ બીજેપીએ પાર્ટી માટે ફંડ એકઠું કરવા માટે પીએમ મોદીનો સહારો લીધો છે.

જેના માટે નરેન્દ્ર મોદી (NaMo)એપમાં ડોનેશન ફીચર જોડવામાં આવ્યું છે. તેના પર ક્લિક કરવાથી બીજેપીને 5થી લઇ 1000 રૂપિયાનું ડોનેશન આપી શકાય છે. આ ડોનેશનથી તમને પીએમ મોદી સાથે ફેસ ટૂ ફેસ મળવાનો મોકો મળી શકશે

શું કરવું પડશે

જો તમારા ફોનમાં નમો એપ ઇન્સ્ટોલ નથી, તો સૌથી પહેલા Google Play Storeમાં જઇ તેને ઇન્સ્ટોલ કરી લો. ત્યારબાદ નમો એપના ડોનેશન ફીચરમાં જઇ પોતાની મરજી અનુસાર 5થી 1000 રૂપિયાનું ડોનેશન કરી શકો છો.

ડોનેશન બાદ એક એફરલ કોડ જનરેટ હશે. આ કોડને વોટ્સએપ, ઇ-મેલ અથવા એસએમએસથી 100 લોકોને મોકવાનો રહેશે.

જો તે 100 લોકોને એફરલ કોડનો યુઝ કરતા સંબંધિત એપની મદદથી ડોનેશન કર્યું, તો તમને પીએમ મોદીને મળવાનો મોકો મળી શકે છે.

સામાન્ય લોકો વચ્ચે સંવાદ વધારવાની કોશિશ

બીજેપી તરફથી કહેવામાં આવ્યું કે, પાર્ટી આવું કરીને સામાન્ય લોકો અને પીએમ મોદી બચ્ચે સંવાદ વધારવા માંગે છે. જો ડોનેશન બાદ જનરેટ રેફરલ કોડનો 10 લોકોએ પણ યુઝ કર્યો, ત્યારે તમને ફ્રીમાં નમો ટી-શર્ટ અને કોફી મગ મળી શકે છે.