ભાજપના ઉમેદવારને લોકસભા ચૂંટણીમાં બિનહરીફ જાહેર કરાતા કોંગ્રેસની હાઇકોર્ટમાં પિટિશન, મુકેશ દલાલને પાઠવાયું સમન્સ

Surat MP Mukesh Dalal: 2024ની લોકસભા ચૂંટણીમાં દેશમાં સૌથી વધુ ચર્ચાસ્પદ બેઠક સુરત બની હતી. દેશમાં સૌપ્રથમવાર લોકસભાની ચૂંટણી બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવી હતી. કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ ભરવામાં કરેલી ક્ષતિઓને કારણે તેમનું ફોર્મ થયું હતું, તેથી ક અન્ય અપક્ષના તેમજ અન્ય રાષ્ટ્રીય પાર્ટીના ઉમેદવારોએ પણ પોતાનો ફોર્મ પરત ખેંચી લીધું હતું. જો કે આ સમગ્ર ઘટનાક્રમ પાછળ અનેક આક્ષેપ-પ્રતિઆક્ષેપો થયા હતા. ત્યારે હવે પીટીશન ફાઈલ થતા હાઇકોર્ટે મુકેશ દલાલને(Surat MP Mukesh Dalal) સમન્સ પાઠવાયું છે. જોકે, મળતી માહિતી મુજબ સાંસદે સમન્સ ન મળ્યું હોવાનું જણાવ્યું છે.

તમને જણાવી દઈએ કે લોકસભાની ચૂંટણીમાં ફોર્મ ભરવાની અંતિમ તારીખ પૂર્ણ થઈ ગયા બાદ કોંગ્રેસના ઉમેદવાર દ્વારા જે સિગ્નેચર કરવામાં આવી હતી, તે ખોટી હોવાનું પૂરવાર થતા ચૂંટણી અધિકારી દ્વારા આ બાબતે વાંધો ઊભો કરતા કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થયું હતું. જો કે કોંગ્રેસે હાર ન માનતા સમગ્ર મામલે લીગલ સેલ દ્વારા સમગ્ર પ્રક્રિયાને લઈને કાયદાકીય લડત શરૂ કરવામાં આવી છે. મુકેશ દલાલ સામે શરૂ કરેલા કેસમાં હાઇકોર્ટ દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યું છે.

આ મામલે કોંગ્રેસ તરફથી પિટિશન કરનાર કલ્પેશ બારોટે જણાવ્યું કે કોંગ્રેસના કાર્યકર્તા તો અમે પછી પરંતુ પહેલાં સુરત લોકસભા બેઠકના મતદાર છીએ. આગળ તેમણે જણાવ્યું કે ભાજપે કાવતરું રચીને લાખો મતદારોને પોતાના મૂળભૂત અધિકારોથી વંચિત રાખવામાં આવ્યા છે. ભાજપ પર પ્રહાર કરતા બારોટે કહ્યું કે લોકશાહીને ખતમ કરવાની વિચારધારા ધરવતા ભાજપના નેતાઓની સામે અમે કાયદાકીય લડાઈ લડી રહ્યા છે, મુકેશ પટેલ ભલે એવું કહેતા હોય કે મને સમન્સ મળ્યું નથી, પરંતુ ભારતીય જનતા પાર્ટીની તસવીર રહી છે કે જૂઠું બોલવું, જોરથી બોલવું અને જાહેરમાં બોલવું. જો અમને ન્યાય નહીં મળે તો અમે સુપ્રીમ કોર્ટ સુધી પણ લડીશું.

ત્યારે આ બાબતે મુકેશ દલાલે જણાવ્યું હતું. થોડા દિવસોથી થતાં વરસાદના કારણે ઓલપાડ વિધાનસભા વિસ્તારની અંદર અસરગ્રસ્ત લોકોને મદદ કરવા માટે હું અહીં આવ્યો છું. મને હજી સુધી કોઈપણ પ્રકારનું કોર્ટનું સમન્સ મળ્યું નથી. સમન્સમાં શેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તે પણ મને ખબર નથી. જ્યારે મને સમન્સ મળશે ત્યારે હું આ બાબતે તમને જવાબ આપી શકીશ.

ઉલ્લેખનીય છે કે લોકસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ સામે અપક્ષ સહિત નાની પાર્ટીના કુલ 8 ઉમેદવાર મેદાનમાં હતા. ત્યારે એવી ચર્ચા જાગી હતી કે રવિવારે મોડીરાત સુધી આ 8 ઉમેદવાર સોમવારે ફોર્મ પાછાં ખેંચી લેવાની કવાયત પણ ભાજપ દ્વારા કરવામાં આવી હતી. તેમાંથી 5 ઉમેદવાર લગભગ માની ગયા હતા. જોકે આઠેય ઉમેદવારોએ આજે ફોર્મ પાછા ખેંચી લીધાં હતાં. તમને જણાવી દઈએ કે સુરત લોકસભા બેઠક પર 22 એપ્રિલ 2024ના રોજ ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ હતો, ત્યારે સુરત બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ થયા હતા, કારણ કે સુરત લોકસભા બેઠક પર અપક્ષ સહિત 8 ઉમેદવાર પૈકી 7 ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યાં હતાં.   દેશમાં પ્રથમવાર લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા હતા.