ચૂંટણીના પ્રચાર વચ્ચે સૌરાષ્ટ્રના આ શહેરમાં ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે ફિલ્મી સ્ટાઇલમાં જાહેરમાં જ મારામારી

હાલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી (Local Body Elections) નો ધમ ધમાટ ચાલી રહ્યો છે. દરેક પાર્ટી ચૂંટણીના પ્રચારમાં એડીચોટીનું જોર લગાવી રહી છે. ઠેરઠેર નેતાઓ સભાઓ ગજવી રહ્યા છે. દરેક પાર્ટી પોતાના ઉમેદવારની જીતનો દાવો કરી રહી છે. ભાજપના દેવાભાઈ અને કોંગ્રેસના કનુભાઈ વચ્ચે ઘડબડાટી બોલી ગઈ હતી.

નગરપાલિકા વોર્ડ નંબર એકના ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે સેવા સદન બહાર જ છુટાહાથની મારામારી થઈ ગઈ હતી. પોલીસની હાજરીમાં જ બંને ઉમેદવારો લડી પડ્યા હતા. ભાજપના દેવાભાઈ અવાડિયા અને કોંગ્રેસના કનુભાઈ લાડવા વચ્ચે મારામારી થઈ હતી.

મોરબી તાલુકા સેવા સનદ ખાતે બંને વચ્ચે મારામારી થઈ હતી. આ સમયે બંનેના સમર્થકો પણ હાજર હતા. પોલીસે વચ્ચે પડી બંનેને છોડાવ્યા હતા. આ ઘટનાના લાઇવ દ્રશ્યો સામે આવ્યા છે.

ત્યાં હાજર કાર્યકર્તાઓમાં પણ અફરા તફરીનો માહોલ સર્જાયો હતો અને આ બબાબ વચ્ચે પોલીસે આવીને બધાને છુટા પાડ્યા હતા. એવામાં મોરબી (Morabi) ના તાલુકા સેવા સદન ખાતે ભાજપ (BJP) અને કોંગ્રેસ (Congress) ના કાર્યકરો વચ્ચે છૂટ્ટાહાથની મારા મારી થઈ છે. વાતવરણ વધુ ઉગ્ર બનતા પોલીસે દરમિયાનગીરી કરવાની ફરજ પડી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *