ભાજપી પૂર્વ કોર્પોરેટરે પોલ ખોલી: લોકડાઉનમાં પણ ટોળાના ટોળા આવે છે દારૂ પીવા- જુઓ અહીં

હાલ કોરોના વાયરસના કારણે દેશભરમાં 17 મે સુધી લોકડાઉન વધારવામાં આવ્યું છે. લોકડાઉન દરમિયાન પાન-મસાલા, ગુટખા વેચવા અને ખાવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આમ છતાં લોકો પાન-મસાલાના કાળા બજાર કરીને આ પરિસ્થિતિનો ફાયદો ઉઠાવી રહ્યા છે. આટલું જ નહિ ગુજરાતમાં દારૂ બંધી હોવા છતાં સુરતમાં લોકો ખુલ્લેઆમ દારૂ ઢીંચી રહ્યા છે.

સુરતના પૂર્વ કોર્પોરેટરે ગુજરાત સરકારના દારૂબંધીના પોકળ દાવાઓની પોલ ખોલી નાખી છે. સુરતના માજી કોર્પોરેટર સોમાભાઈ પટેલે સુરત પોલીસ કમિશનરને ફરિયાદ કરતો એક પત્ર લખ્યો છે. જેમાં તેમને જણાવ્યું છે કે ચોકબજાર પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં લોકડાઉન દરમિયાન પણ દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે. આ દારૂના અડ્ડાઓ પર ટોળાના ટોળા દારૂ પીવા એકઠા થાય છે. જેથી કોરોના મહામારી ફેલાવાની શક્યતા વધે છે.

પત્રમાં આગળ તેમણે આ અંગે માહિતી આપતા જણાવ્યું છે કે, જેપી નગર 1-2 કોર્પોરેશનની જગ્યામાં, કોઝવે ચંદન ગેસ ગોડાઉન સામે, રહેમતનગરની હનુમાન ગલીમાં, પંડોળ પોલીસ ચોકીની પાછળ અને પ્લોટ નંબર-141 ત્રિવેણી નગર સોસાયટીમાં દારૂ પીવા લોકોના ટોળે ટોળા ભેગા થાય છે. સરકારે જાહેર કરેલ ગાઇડલાઇનનું પાલન કરાવવામાં ચોક બજાર પોલીસની બેદરકારી સામે આવી હોવાનો તેમને ઉલ્લેખ કર્યો છે.

તેમણે વધુમાં પોલીસ પર આક્ષેપ કરતા કહ્યું છે કે સમય લોકો શાકભાજી લેવા, મેડિકલ દવા લેવા કે જીવન ઉપયોગી વસ્તુઓ લેવા જાય છે ત્યારે પોલીસ તેમને અટકાવીને દંડ ફટકારે છે. તો આ ખુલ્લેઆમ ચાલી રહેલા દારૂના અડ્ડા કેમ બંધ નથી થતા? તેમને પોલીસ કમિશનરને દારૂ વેચનારા વિરુદ્ધ કડક પગલાં લેવા અપીલ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *