ભાજપને લાગી રહ્યો છે ધારાસભ્યો તૂટવાનો ડર, ક્રોસવોટિંગ ના થાય તે માટેની તૈયારી ચાલુ

રાજ્યસભાની 4 સીટ માટે 26 માર્ચે ગુજરાતની વિધાનસભામાં ચૂંટણી યોજાવાની છે. ગુજરાતની 4 બેઠક પર 5 ઉમેદવાર મેદાનમાં છે. ગુજરાત કોંગ્રેસમાંથી 5 ધારાસભ્યોએ રાજીનામા આપતા ભાજપના ત્રણેય ઉમેદવારનો વિજય નક્કી લાગી રહ્યો છે. સાથે જ NCP અને BTP પણ ભાજપને સમર્થન કરશે તેવુ કહી ચુક્યા છે. ગુજરાત કોંગ્રેસે વધુ ધારાસભ્યો ના તૂટે તે ડરથી તમામને જયપુર મોકલી દીધા છે. બીજી તરફ ગુજરાતમાં 25 વર્ષથી સત્તામાં રહેલી ભારતીય જનતા પાર્ટીને પોતાના ધારાસભ્યો તૂટવાનો ડર લાગી રહ્યો છે જેને કારણે તેને નારાજ ધારાસભ્યો પર વોચ ગોઠવી છે. બીજી તરફ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ત્રણેય બેઠક જીતવાનો મોટો દાવો કર્યો છે અને કહ્યું છે કે ભાજપનો એક પણ ધારાસભ્ય ક્રોસ વોટિંગ નહી કરે.

ભાજપ પાસે 103 ઉમેદવાર છે અને તેને બે સભ્યોની જરૂર છે. NCPના એક કાંધલ જાડેજા અને BTP (ભારતીય ટ્રાઇબલ પાર્ટી)ના 2 ધારાસભ્ય અને અન્ય સભ્યોના મત મેળવવાનો વિકલ્પ છે. આ જ વિકલ્પ કોંગ્રેસના બે ઉમેદવાર પાસે પણ છે. વર્તમાન સ્થિતિને જોતા ભાજપની ત્રણેય બેઠકો જીતવી નિશ્ચિત જ છે. ભાજપ કહે છે કે તેઓ 103 નહી પણ 175માંથી 105થી વધુ મત મેળવવાના છે. આ દરમિયાન સીકે રાઉલજીનો શંકરસિંહ વાઘેલાના માધ્યમથી કોંગ્રેસ દ્વારા સંપર્ક કરવામાં આવ્યો હોવાથી ભાજપનું મોવડી મંડળ દોડતુ થયુ હતું અને એક પછી એક ભાજપના ધારાસભ્યને ફોન કરવાના શરૂ કરી દીધા હતા.

આ સાથે જ સીકે રાઉલજીએ ગુજરાત વિધાનસભા ગૃહમાં નિવેદન આપી ખુલાસો કરવો પડ્યો હતો. કોંગ્રેસના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા પણ છેલ્લા કેટલાક સમયથી કહેતા આવ્યા છે કે ભાજપના કેટલાક ધારાસભ્યો અમારા સંપર્કમાં છે. કોંગ્રેસના પણ ભાજપવાળી કરવાના પ્રયાસો ચાલુ છે. કોંગ્રેસ પાસે અત્યારે 68 મત છે, તેના બે ઉમેદવાર જીતવા માટે 70 મતની જરૂર છે, તેથી તેઓ અન્ય પક્ષના બે ઉમેદવારના મત ખેચવાનો પ્રયાસ કરશે. મત ના ખેચી શકાય તો તેની સામે મતદાન કરનાર ધારાસભ્યનો મત ઇનવેલિડ ઠરે તેવી ગોઠવણ પણ કરાવી શકે છે. સુત્રો અનુસાર કોંગ્રેસના ધારાસભ્યોને 25મી પહેલા અમદાવાદ લાવવામાં આવશે નહી.

રાજ્યસભાની 4 બેઠક પર 5 ઉમેદવાર મેદાનમાં

ભાજપે પ્રથમ 2 ઉમેદવારો અભય ભારદ્વાજ અને રમીલાબેન બારા ને મેદાને ઉતાર્યા હતા. જયારે કોંગ્રેસે શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકી ને ટિકિટ આપી હતી. કોંગ્રેસ દ્વારા પાટીદાર નેતાને ટિકિટ ન અપાતા પાટીદાર ધારાસભ્યો નારાજ થયા હતા. તેનો લાભ ઉઠવા અને પાટીદાર કાર્ડ ખેલવા ભાજપે ત્રીજા ઉમેદવાર તરીકે નરહરી અમીન ને મેદાને ઉતાર્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

આ પોસ્ટ માટે તમારું મંતવ્ય અહી લખો: