gujarat election 2022: આગામી વિધાનસભા ચૂંટણી માટે ભાજપેની પ્રથમ યાદીમાં 160 ઉમેદવારોની પસંદગી કરી છે. આ વખતે ભાજપના અનેક નવા ચહેરાઓ સામે આવ્યા છે. આ વખતે ભાજપનું ફોકસ યુવાનો પર છે. ભાજપે ભૌગોલિક સ્થિતિ પ્રમાણે ચહેરાઓ ઉતાર્યા છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં ધર્મ અને ધર્માંતરણની ફરિયાદો સામે આવી રહી છે ત્યાં સ્વામિનારાયણના સંતને જ ભાજપે ટિકિટ આપી છે.
ભગવાં વસ્ત્રોધારી, ગળામાં માળા અને તિલક ધારી ડી.કે સ્વામી સ્વામિનારાયણના સંતને જંબુસર બેઠક પરથી ભાજપે મેદાનમાં ઉતાર્યા છે. આમોદના નાહીયેર ગુરુકુળના સંત અને ભરૂચ સ્વામિનારાયણ ગુડવીલ સ્કૂલના સંચાલક ડી કે સ્વામીને દક્ષિણ ગુજરાતના યોગી આદિત્યનાથના નજીકના માનવામાં આવે છે. માત્ર 9 વર્ષની ઉંમરે દીક્ષા ગ્રહણ કરનાર દેવકિશોરજી એટલે કે ડી કે સ્વામી છેલ્લા ઘણા સમયથી ભાજપ અને સંઘ સાથે જોડાયેલા છે.
આમોદમાં 150થી વધુ આદિવાસી પરિવારોના ધર્માંતરણ વચ્ચે જંબુસરમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય છત્રસિંહ મોરીથી લોકો નારાજ હતા. પિતા-પુત્ર બંનેએ આ વખતે ટિકિટ માંગ કરી હતી. જોકે 2017થી ટિકિટ મેળવાના પ્રયાસો કરતા સક્રિય કાર્યકર ડી કે સ્વામીને આ વખતે ટિકિટ મળી છે. ડી કે સ્વામીની સ્થાનિક હિન્દુ મતદારો પર મજબૂત પકડ છે. તેમના મોટી સંખ્યામાં અનુયાયીઓનો સમાવેશ છે.
ડી કે સ્વામીએ જણાવતા કહ્યું- ‘હું છેલ્લા 32 વર્ષથી ભાજપનો સક્રિય કાર્યકર છું. પાર્ટીના રૂલ અને પ્રોટોકોલ બધા જ ફોલો કરું છું. તેને લઈને પાર્ટીએ મારી પર વિશ્વાસ મૂક્યો છે અને ચુંટણી જીતે એવા સારા કાર્યકર્તા તરીકે મને ટિકિટ આપી છે. હું સંત છું પણ સાથે પાર્ટીનો કાર્યકર્તા પણ છું. એક સંત અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે સારુંએવું કામ કરીશ એ પોસિબલ છે, એટલે મને ટિકિટ મળી છે. એ બદલ હું જેપી નડ્ડા, નરેન્દ્ર મોદી, અમિત શાહ, સીઆર પાટીલ અને જિલ્લાના તમામ હોદ્દેદારોને આભાર વ્યક્ત છું, જેમણે મારા પર પસંદગી કરી છે. એમાં હું 100 ટકા ખરો ઊતરીશ એવો મને વિશ્વાસ છે.’
રાજકારણમાં આવવા અંગે ડીકે સ્વામીએ કહ્યું…
‘મારા મત મુજબ રાજકારણમાં સંતો આવે તો ઘણું સારું કામ થાય. કેમકે રાજનીતિ અને ધર્મનીતિ બંને એક સમાન છે. સારા લોકોએ રાજકારણમાં આવવું જોઈએ. એનાથી દેશમાં સારાં કાર્યો અને લોકોની સુખાકારીનાં કામો થાય.’