ભાજપ સરકારે પાટીદારોને અનામત ન આપ્યું, પરંતુ ઉત્તર ગુજરાતના રાજપૂતોને છાની રીતે આપી દીધું

પાટીદાર અનામત આંદોલન શરૂ થયું તેને આજે ચાર વર્ષ વીતી ગયા છે અને આંદોલન પૂરું પણ થઈ ગયું. છતાં પાટીદારોને ચાર વર્ષના આંદોલનના બદલામાં કંઈ જ ના મળ્યું પરંતુ રાજપૂતોને ચુપચાપ કોઈને ખબર પડ્યા વગર જ ઓબીસી માં મૂકી દીધા. આ પરિસ્થિતિ જોતા ફરી એકવાર આંદોલન થાય એવી શક્યતાઓ જણાઈ રહી છે. 68 જ્ઞાતિઓને ઓબીસીમાં સમાવવા માટે પાટીદારોની સાથે જ રાજપૂતોએ પણ સરકાર સમક્ષ માગણી કરી હતી. આ પ્રક્રિયામાં ફક્ત રાજપૂત સમાજને જ પાછલા બારણેથી લાભ આપી દેવામાં આવ્યા છે.

આ બધું જોતા ફરી એક વખત માધવસિંહ નું શાસન હોય તેવું લોકો અનુભવી રહ્યા છે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે હવે અનામતની બાબતમાં કોઈપણ જાતનો ફરક દેખાતો નથી. ભાજપ પણ કોંગ્રેસની જેમજ જ્ઞાતિવાદી સમાજ નિર્માણ કરી રહ્યું છે. લોકસભાની ચૂંટણી પહેલા જ ભાજપે જ્ઞાતિવાદનું કાર્ડ રમતા કોંગ્રેસના માધવસિંહ સોલંકી કરતા પણ વધુ ખતરનાક ચાલીના ગુજરાતની પ્રજાને અંધારામાં રાખી છે. ઉત્તર ગુજરાતમાં પાટીદાર અને બ્રાહ્મણ મત નહીં આપે એવું જાણ થતાં વિજય રૂપાણી, અમિત શાહ, નીતિન પટેલ, જીતેન્દ્ર વાઘાણી અને નરેન્દ્ર મોદીની પાંચ વ્યક્તિઓની રાજકીય ટોળકીએ એક ઠરાવ પસાર કરીને રાજપુતોનો ઓબીસીમાં સ્થાન આપી દીધું. આ પૂરી પ્રક્રિયામાં કોઈ પણ જાતનો સર્વે કરવામાં આવ્યો નથી અને જાહેરાત પણ કરવામાં ન આવી. આમ રાજપૂતોને અનામત આપી ઉત્તર ગુજરાતની ચાર બેઠકો અને કચ્છની મળીને કુલ પાંચ બેઠકો પર ભાજપ ને જીતવામાં સરળતા રહેશે. આમાં ક્યાંકને ક્યાંક પટેલ અને બ્રાહ્મણ જાતી સાથે રમત રમાઈ ગઈ હોય તેવી ભણક દેખાઈ રહી છે.

ક્યાં સમાજ ના નેતા એ ક્યારે રજૂઆત કરી, ક્યારે સર્વે થયો, જાહેર સુનાવણી થઈ કે કેમ તે બધી જ બાબતો સરકાર એ છુપાવી દીધી છે.

39 જાતિઓને પછાત વર્ગોમાં ઉમેરવામાં આવી હતી જેમાં કારડીયા નાડોદરા, નાડોદા, ભાથી રાજપૂત, કારડીયા રાજપૂત, નાડોદા રાજપૂત જાતિ સમુહો સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ તરીકે જાહેર થયેલા છે. જેમાં ઉત્તર ભારતના રાજપૂતો અને તેમની સમક્ષ ગણીને કે તે જાતિનો ભાગ ગણીને ઓબીસીમાં સમાવવા આ માટે સરકારે લોકસભાની ચૂંટણી પહેલા જ 8 માર્ચ 2019 ના રોજ ઠરાવ પસાર કરીને અનેક જ્ઞાતિઓનો ઓબીસીમાં લઈ લીધી છે. આ સમાજની સ્ત્રીઓ પડદા પાછળ રહે છે કે કેમ તે અધિકારીએ તપાસ અને તમે ઓબીસીના પ્રમાણપત્ર આપવાનો આદેશ સરકારે કર્યો છે. વિધવા, છૂટાછેડા અને પુનઃ લગ્ન થતા હોય તે પણ અધિકારીને તપાસ કરીને પ્રમાણપત્રો આપવા કહી દેવામાં આવ્યું છે. વહીવંચા અને બારોટ ના ચોપડા ની નોંધ માન્ય ગણવા કહેવાયું છે. જ્ઞાતિ મંડળ દ્વારા અપાતા પત્રો અને માન્ય ગણવામાં કહેવાયું છે. જેમાં કારડીયા નાડોદરા, નાડોદા, ભાથી રાજપૂત, કારડીયા રાજપૂત, નાડોદા રાજપૂત ને હવે સામાજિક પછાત જાતી ગણવાનો આદેશ આપવામાં આવ્યો છે.

આવા 259 ગામોના લગભગ 5 લાખ લોકોને અનામતનો લાભ આપી દેવામાં આવ્યો છે. જો લાભ આપવો હોય તો ભાવનગરના બ્રાહ્મણ અને ઉત્તર ગુજરાતના અનેક પટેલ સમાજને પણ અનામતમાં સામેલ કરી શકાય તેમ હતાં પરંતુ આ બંને જ્ઞાતિઓને આ અનામતમાં આવરી લેવામાં આવી નથી.

અનામતની જાહેરાત ચૂંટણીના આગલા દિવસે 8 માર્ચ 2019 ના રોજ કરવામાં આવી. આમ ભાજપનો જ્ઞાતિવાદી ચહેરો હવે જનતા સમક્ષ રજૂ થઈ ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *