ગઢડા ટેમ્પલ કમિટીની ચૂંટણીમાં એસપી સ્વામીની પેનલના સુપડા સાફ- દેવ પક્ષ વિજયી

Published on: 12:26 pm, Mon, 6 May 19

ગઈ કાલે ગઢડા ટેમ્પલ બોર્ડની ચૂંટણી સંપન્ન થઈ અને આજે મતગણતરી આદરવામાં આવી હતી. મળતી વિગતો અનુસાર દેવ પક્ષનો વિજય થયો છે. આચાર્ય પક્ષે રહેલા એસપી સ્વામીની પેનલ ના ચારેચાર હરિભક્તોની પેનલ દેવપક્ષની પેનલ સામે હારી ચૂકી છે. મંદિરમાં પહેલેથી જ સુરક્ષાના કારણોસર ચુસ્ત પોલીસ બંદોબસ્ત મુકી દેવામાં આવ્યો છે. ટેમ્પલ બોર્ડની ચૂંટણીમાં ૧૪ હજાર થી વધુ મતદાન થવા પામ્યું હતું.

હજી સુધી એટલા માટે વિજય મેળવ્યો છે તેની વિગતો આવી શકી નથી. પરંતુ આચાર્ય પક્ષ તરફથી રહેલા હાઈકોર્ટના વકીલ બાબુ માંગુકીયાએ કોર્ટમાં જવાના સંકેતો આપ્યા છે. જેથી સ્પષ્ટ છે કે તેઓનો પક્ષ હારી ચૂક્યો છે. ચૂંટણી પહેલા જ મતદાર યાદી ને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. પરિણામ આવ્યા બાદ પરિસ્થિતિ કાબુમાં રાખવા ગઢડા મંદિરમાં અને  અન્ય મંદિરોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત મુકી દેવામાં આવ્યો છે. સમર્થકોનું માનીએ તો દેવ પક્ષનો 100 થી વધુ મતથી વિજય નિશ્ચિત માનવામાં આવે છે.