હરિયાણાના હિસારથી એક હ્રદયસ્પર્શી સમાચાર સામે આવી રહ્યા છે, જેના કારણે રમતગમતની દુનિયાના દરેક વ્યક્તિની આંખો ભીની થઈ ગઈ છે કે, જ્યાં ચરખી દાદરીની રહેતી એક મહિલા રેસલરે આત્મહત્યા કરી લીધી છે. મૃતક ભાજપના નેતા બબીતા ફોગટની કઝીન બહેન હતી. આ ઘટના બન્યા બાદ દરેક લોકો દંગ રહી ગયા છે.
કુસ્તીની ફાઈનલમાં એનો પરાજય થયો હતો. હકીકતમાં, દંગલ ગર્લ ગીતા અને બબીતા ફોગટની બહેન રિતિકા ભરતપુરમાં રેસલિંગ ફાઇનલમાં હારી ગઈ હતી. તે આ બાબત સહન ન કરી શકી અને તેના કાકા મહાબીર ફોગટના ગામમાં આવેલ બાલીમાં એક મકાનમાં જ તેણે જીવ ગુમાવ્યો હતો.
હરિયાણામાં મોતની માહિતી મળતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને લાશને કબજે લઈ લીધી હતી અને પોસ્ટ મોર્ટમ કર્યા બાદ પરિવારના સભ્યોને આપી દીધી હતી. ત્યારબાદ મૃતકના અંતિમ સંસ્કાર રાજસ્થાનના ઝુનઝુનુ જિલ્લામાં આવેલ જેતપુરમાં કરવામાં આવ્યા છે.
આ પહેલવાની એક અદભૂત પ્રદર્શન હતું કે, રાજ્ય કક્ષાની સબ-જુનિયર, જુનિયર મહિલાઓ અને પુરુષોની કુસ્તી સ્પર્ધા 12 થી 14 માર્ચ દરમિયાન ભરતપુરના લોહાગઢ સ્ટેડિયમ ખાતે યોજાઇ હતી. જેમાં રિતિકાએ ભાગ લીધો હતો. જેમાં તેણે શાનદાર પ્રદર્શન કરીને ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો પરંતુ ફાઈનલમાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો. મેચમાં હાર બાદ રીતિકા આઘાતમાં જીવવા લાગી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle