આજકાલ દુષ્કર્મના કેસો ખુબ જ વધતા જાય છે. તેવામાં જાણવા મળ્યું છે કે, ભીલવાડા (Bhilvada) જિલ્લાના અજમેર (Ajmer) માં એક મહિલા પોલીસ અધિકારીએ ભાજપના દિગ્ગજ રાજકારણી અને અજમેર જિલ્લા પ્રમુખ ભંવર સિંહ પલાડા (Bhanwar singh palada) પર દુષ્કર્મનો આરોપ મૂક્યો છે. આ દુષ્કર્મ અંગે શહેરના પ્રતાપનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે. ત્યારે જાણવા મળ્યું છે કે, ભીલવાડા પોલીસ પ્રશાસન આ હાઈપ્રોફાઈલ કેસમાં કંઈ કહેવા તૈયાર નથી.
મળતી માહિતી અનુસાર પીડિત મહિલા પોલીસ અધિકારીએ શહેરના પ્રતાપનગર પોલીસ સ્ટેશનમાં અજમેર જિલ્લાના ભાજપના દિગ્ગજ રાજકારણી ભવર સિંહ પાલડા અને ડ્રાઇવર રવિન્દ્ર, કિશનપુરી, કરણ, બજરંગ, વિજય સહિત 11 લોકોની ધરપકડ કરી છે. તેમજ નાગૌરના તત્કાલીન અધિક પોલીસ અધિક્ષક સંજય ગુપ્તાને ભંવરસિંહ પાલડાની મદદ કરવા બદલ તેના પર પણ કેસ દર્જ કરવામાં આવ્યો છે. જાણવા મળ્યું છે કે, આજે શહેરના પ્રતાપનગર પોલીસ સ્ટેશને ભાજપ નેતા વિરુદ્ધ કલમ 450 376d, 376 2n, 354, 506, 365,323 120b હેઠળ કેસ નોંધ્યો છે.
આ કેસમાં એક મહિલા પોલીસ અધિકારીએ ભાજપના રાજકારણી પર આરોપ લગાવતા કહ્યું છે કે, જ્યારે તે નાગૌર જિલ્લામાં પોસ્ટેડ હતી, ત્યારે તે અજમેર આઈજી ઓફિસમાં ટ્રાન્સફરને લઈને તત્કાલીન નાગૌરના અધિક પોલીસ અધિક્ષક સંજય ગુપ્તાને મળી હતી, જે તેના પરિચિત પણ હતા. તે દરમિયાન સંજય ગુપ્તાએ અજમેરના રહેવાસી ભંવરસિંહ પાલડાનો નંબર આપ્યો હતો.
તે સમયે તેણીએ ના પાડી હતી પરંતુ તેણી ગામમાં હતી ત્યારે તેણીને ભાજપના નેતા ભંવરસિંહ પાલડાનો ફોન આવ્યો હતો અને તેણીને મળવા બોલાવી હતી. એકલી હોવાથી તે તેને મળવા ગઈ ન હતી. ત્યારબાદ તે મહિલા પોલીસ અધિકારીની બદલી ભીલવાડા જિલ્લામાં કરાવી દીધી હતી. જાણવા મળ્યું છે કે, તે દરમિયાન જ્યારે તેણી ભીલવાડા પોલીસમાં તૈનાત હતી.
એક દિવસ ભંવરસિંહ પાલડા અજમેરથી ભીલવાડા આવી રહ્યા હતા. રસ્તામાં તેની કાર ખરાબ થઇ ગઈ અને તેણે તેણીને બોલાવી અને 13 ડિસેમ્બર 2018ના રોજ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. બળજબરી દરમિયાન, આરોપી નેતાએ તેના તરફ રિવોલ્વર બતાવી અને તેના પર દુષ્કર્મ આચર્યું હતું. આટલું જ નહીં, જ્યારે તે બેહોશ થઈ ગઈ હતી ત્યારે ભંવર સિંહે તેનો અશ્લીલ ફોટો પણ લીધો હતો. જ્યારે તેણી ભાનમાં આવી ત્યારે તેણીએ માફી માંગવાનું શરૂ કર્યું અને લગ્ન કરવાની વાત શરૂ કરી.
ત્યારબાદ થોડા દિવસો પછી તેણે તેના અશ્લીલ ફોટા બતાવીને ફરી તેને બ્લેક મેઈલ કરતો હતો, અને તેના પર ફરી દુષ્કર્મ આચર્યું હતું. આજે તે આરોપી સામે કેસ નોંધવામાં આવ્યો છે. પરંતુ ભીલવાડા પોલીસ અને પ્રશાસન આ હાઈપ્રોફાઈલ કેસ અંગે કંઈ કહેવા તૈયાર નથી. આજકાલ રાજ્યમાં સતત મહિલાઓ પર થતા અત્યાચાર માટે વિપક્ષ ભાજપ શાસક કોંગ્રેસ પર પ્રહારો કરી રહી છે, પરંતુ આ મામલો એક મહિલા પોલીસ અધિકારી સાથે જોડાયેલો છે. પોતાના જ વિભાગ માંથી ન્યાય મેળવવા માટે, ભીલવાડા પોલીસ અને પ્રશાશનના કઈ ન કહેવાથી આ મહિલા પોલીસ અધિકારીએ પોતે આજે શહેરના પ્રતાપનગર પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કર્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.