ગુજરાતમાં 6 મહાનગરપાલિકાઓની ચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર થતાં જ ટિકિટ વિતરણને લઈને ભારે હોબાળો મચી ગયો છે. ગુજરાત રાજ્યમાં હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ગરમાવો જણાય રહ્યો છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખ જાહેર થતાની સાથે જ રાજકીય પાર્ટીઓ સતર્ક થઈ ગઈ છે.
ગુજરાત રાજ્યમાં દારૂબંધી હોવા છતાં અવાર-નવાર દારૂની રેલમછેલ જોવા મળતી હોય છે. ત્યારે આવી જ એક ઘટના થોડા મહિના પહેલા જ સામે આવી હતી. ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી રહી છે અને શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ઈંગ્લીશ દારૂ અને જુગાર જેવી અસામાજીક પ્રવૃત્તિઓએ માઝા મુકી છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ભાજપના એક રાજકીય હોદ્દેદાર અને આગેવાન સહિત ચાર વય્ક્તિ નશો કરેલી હાલતમાં પોલીસે ઝડપી પાડયાં હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. જોકે, આ મામલે પોલીસ અધિકારીઓએ કાંઈ પણ કહેવાનો ઈન્કાર કર્યો હતો અને મગનું નામ મરી પાડયું નહોતું.
પોલીસે નશો કરેલી હાલતમાં ઝડપી પાડ્યા
સુરેન્દ્રનગર જિલ્લામાં બી ડિવીઝન પોલીસ મથકની હદમાં પોલીસે પેટ્રોલીંગ દરમ્યાન નસો કરેલી હાલતમાં ભાજપના એક યુવા હોદ્દેદાર અને અન્ય ચાર વ્યક્તિને ઝડપી પાડી પોલીસ મથકે લાવવામાં આવ્યાં હોવાની ચર્ચા હાલમાં ચાલી રહી છે.
પીએસઆઈએ મામલો સંકેલી લીધો
ત્યાના સ્થાનિક પીએસઆઈ સહિત પોલીસ કર્મચારીઓએ આ મામલો સંકેલી લીધો છે. અને મીડયા કર્મી કાંઈપણ કહેવાનો ઈન્કાર કર્યો હતો. તેમજ આ અંગ ડીએસપી, ડીવાયએસપી સહિત ઉચ્ચકક્ષાના પોલીસ અધિકારીઓનો ફોન દ્વારા સંપર્ક કરતાં તેઓએ પણ પ્રથમ ફોન રીસીવ કર્યા નહોતા અને ફોન રીસીવ કર્યા બાદ પણ આ મામલે ચુપકીદી સેવી હતી.
નશો કરેલી હાલતમાં ઝડપાતા રાજકીય ગરમાવો
મળતી માહિતી પ્રમાણે, ઝડપાયેલ ભાજપના યુવા આગેવાન ભાજપના એક ધારાસભ્યની ખુબ જ નજીકનો અને અંગત હોવાનું પણ બહાર આવ્યું હતું તેમજ આ મામલો બહાર ન આવે તે માટે ભાજપના ધારાસભ્ય સહિત મોટામાથાઓએ પણ દરમ્યાનગીરી કરી પોલીસને દબાવવાનો પ્રયાસ કર્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ત્યારે દારૂબંધીની વાતો કરતી ભાજપ સરકારમાં જ રાજકીય આગેવાન નશો કરેલી હાલતમાં ઝડપાતા રાજકીય ગરમાવો વ્યાપી જવા પામ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle