CAAના સમર્થનમાં દિલ્હી ભાજપના નેતા કપિલ મિશ્રાને દિલ્હી પોલીસે Y+ શ્રેણીની સુરક્ષા આપી છે. કપિલ મિશ્રાની સાથે 24 કલાક 6 જવાન તૈનાત રહેશે. થોડા દિવસ પહેલા જ કપિલ મિશ્રાએ ટ્વીટ કરી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે તેમને ધમકીઓ મળી રહી છે. અહી જણાવી દઈએ કે, દિલ્હી હાઈકોર્ટે ઉશ્કેરણીજનક ભાષણો અને નિવેદનો આપવા માટે કેસ દાખલ કરવાનો નિર્ણય લેવાનું કહ્યું છે. કપિલ મિશ્રાને પોતાના જીવને જોખમ હોવાનો ડર સતાવી રહ્યો છે.
ગત 23 ફેબ્રુઆરીના રોજ કપિલ મિશ્રાએ જાફરાબાદ વિસ્તારના મૌજપુર ચોક પર ઉશ્કેરણીજનક નિવેદનો આપ્યા હતા. ત્યાર બાદ CAA સમર્થકો અને વિરોધી સામ-સામે આવી ગયા અને હિંસા શરૂ થઈ. આ હિંસાને કારણે દિલ્હીમાં અત્યાર સુધીમાં 46 લોકોના મોત થયા છે. આ ભાષણો હાઈકોર્ટમાં પણ સંભળાવવામાં આવ્યા હતા જે જોઇને કોર્ટ દ્વારા તુરંત ફરિયાદ દાખલ કરવાનું કહેવામાં આવ્યું હતું. પરંતુ આ આદેશ કરનાર જજ ની બદલી કરી દેવામાં આવતા વિવાદ પણ સર્જાયો હતો.
કપિલ મિશ્રાએ ટ્રમ્પ ના ભારત પ્રવાસ વખતે પણ દિલ્હી પોલીસને ચેલેન્જ આપીને અલ્ટીમેટમ આપ્યું હતું કે, શાહીનબાગ ખાલી નહી કરાવો તો જવાબદારી તમારી રહેશે. અમારી નહી. અમે શેરીઓ માં ઉતરી પડીશું. એવું નથી કે કપિલ મિશ્રા ને પ્રથમ વાર આવી સુરક્ષા મળી હોય, આ અગાઉ તેઓ જયારે કેજરીવાલ સરકારમાં ધારાસભ્ય હતા ત્યારે પણ તેમને આ પ્રકારની સુરક્ષા મળી ચુકી છે.
ઉલ્લખનીય છે કે વિવિધ સંગઠનો દ્વારા કપિલ મિશ્રા વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં અરજીઓ દાખલ કરવામાં આવી છે. અને તેમની સામે ઉશ્કેરણીજનક ભાષણો આપનામા મામલામાં FIR દાખલ કરવાની માગ કરવામાં આવી છે. આ અરજીઓ મામલે સુનાવણી સુપ્રીમ કોર્ટમાં બુધવારે થશે, જ્યારે હાઈકોર્ટ 13 એપ્રિલના રોજ સુનાવણી કરશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.