કોણ છે ભાજપનો બુટલેગર નેતા મેહુલ લેઉવા જેના પર છે મેયર, સાંસદ, MLA ના ચાર હાથ

અમદાવાદમાં દારૂની હેરાફેરી કરતાં આરોપી ભાજપના નેતા મેહુલ લેઉવા વિરુધ્ધ પોલીસે પાસાની કલમ લગાવી છે. ભાજપના નેતા મેહુલ લેઉવાને પોલીસે ભાગેડુ જાહેર કર્યો છે. શહેર પ્રમુખ જગદીશ પંચાલે બુટલેગર અને પાસાના આરોપી મેહુલ લેઉવાને બહેરામપુરા વોર્ડના ઉપપ્રમુખપદે નિમણૂંક આપી હતી. બુટલેગર મેહુલ લેઉવાને ભાજપે બહેરામપુરા વોર્ડના ઉપપ્રમુખ બનાવ્યો છે. ભાગેડુ બુટલેગર પર ભાજપના સાંસદ, ધારાસભ્યોના ચાર હાથ છે.

એ 15 નેતાઓ કોણ છે
લેઉવાને અમદાવાદના મેયર બિજલ પટેલ સહિત 15 નેતાઓ સાથે સારા સંબંધો છે. તેથી આ નેતાઓની શાખ ખરાબ થઈ છે. ભાજપનો બુટલેગર મેહુલે ભાજપના 15 જેટલા નેતાઓ સાથે અંગત સંબંધો ઊભા કર્યા હતા. જેમાં અમદાવાદના સાંસદ ડો.કિરીટ સોલંકી, ભાજપના પૂર્વ પ્રમુખ અને ધારાસભ્ય જીતેન્દ્ર વાઘાણી, અમદાવાદના મેયર બિજલ પટેલ, પૂર્વ ધારાસભ્ય ગીરીશ પરમાર, ગોરધન ઝડફિયા, પૂર્વ મેયર કાનજીભાઈ સહિત અનેક નેતાઓના ફોટો તેની ફેસબુક પર મુકાયા છે.

કોણ છે તેના ગોડફાધર
ભાજપના કાર્યકરો એ નેતાનું નામ જાણવા માંગે છે કે તેને ભાજપમાં લાવ્યું કોણ ? લાવનાર નેતાની ગેમ કોણ કરી રહ્યું છે તે ભાજપના કાર્યકરો શોધી રહ્યાં છે. આ નેતાઓ ખાડિયા-જમાલપુરના જ હોવાનું માનવામાં આવી રહ્યું છે. તેના ગોડફાધર પશ્ચિમ અમદાવાદના છે કે કેમ તેની તપાસ કાર્યકરો કરી રહ્યાં છે. અમદાવાદ શહેરમાં બહેરામપુરા વોર્ડના જુલાઇ 2020માં તેની ઉપપ્રમુખ પદે નિમણૂંક કરાઈ હતી. જેમાં મેહુલ લેઉવાની નિયુક્તિ કરાઇ હતી. તેમાં આ તમામ નેતાઓના નામ તેણે વટાવી ખાધા હતા.

શહેરમાં ચાલી રહેલા જૂથો એક બીજાના નેતાઓને ખૂલ્લા પાડવામાં લાગી ગયા હતા. રાકેશ શાહ, પ્રદીપસિંહ જાડેજા, અમિત શાહ અને આનંદીબેન પટેલના જૂથના લોકો તેમા સામેલ થઈ ગયા હતા.

ફુલબજાર અને દારુ
મેહુલ લેઉવા થોડાક વખત પહેલાં અમદાવાદના ફુલબજાર પાસે દારૂના જથ્થા સાથે પકડાયો હતો. આ ગુના બદલ ગાયકવાડ હવેલી પોલીસે એક નોટિસ પણ આપી હતી. જોકે આરોપી મેહુલ લેઉવા પોલીસ સ્ટેશન કે કોર્ટમાં હાજર રહ્યો ન હતો. તે ભાજપના નેતાઓને મળીને બચાવ માટે દબાણ કરતો હતો. અંતે તેમની વિરુધ્ધ પાસાની કલમ લગાવી અટકાયત કરવા હુકમ કરાયો હતો. આ હુકમને પગલે મેહુલ લેઉવા ફરાર થઇ ગયો હતો. મેહુલ લેઉવા વિરુધ્ધ કેટલીય વાર ભાજપ શહેર પ્રમુખ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતાંય કોઇ પગલાં લેવાયા ન હતાં.

કોંગ્રેસ હવે ગુંડામુક્ત અને ભાજપ ગુંડા યુક્ત
કોંગ્રેસના તમામ ગુંડાઓ હવે ભાજપમાં આવી ગયા છે. કોંગ્રેસ હવે ગુંડા મુક્ત બની છે. મેહુલ બુટલેગર પણ એક સમયે કોંગ્રેસમાં હતો. અમદાવાદ બહેરામપુરા વોર્ડમાં કોંગ્રેસના કાર્યકર અને ભાજપ સામે અપક્ષ ચૂંટણી લડેલો છે. મેહુલ લેઉઆને છ મહિના પહેલા ભાજપમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. કોંગ્રેસની કાર્યપદ્ધતિથી વાકેફ મેહુલ લેઉઆને ભાજપના કયા નેતાને ખુશ કરવાથી પદ અને પ્રતિષ્ઠા મળે તેની ખબર હતી.

પોલીસની હિંમત
અમદાવાદના ભાજપના એક નેતા સામે દારુનો કેસ થયા પછી અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા પાસાનો આદેશ કરવામાં આવેલો છે. ભાજપમાં પ્રવેશ મેળવ્યા પછી મેહુલ માનવા લાગ્યા કે હવે તેમને કોઈ પડકારી શકે નહીં. અમદાવાદના પોલીસ કમિશનર પદે આશિષ ભાટિયા હતા ત્યારે તેમની સામે મેહુલ લેઉઆના દારુના કેસીસ રજૂ કરી મેહુલ સામે પાસા હેઠળ કાર્યવાહી થાય તેવી દરખાસ્ત કરવામાં આવી હતી.- Via: allgujaratnews.in

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *