પોલીસની હાજરીમાં ભૈયાઓએ ગુજરાતીઓને ગાળો આપી, પત્રકાર પર મોબ લીન્ચિંગ હુમલો કર્યો- જુઓ વિડીઓ

હાલ જયારે કોરોનાથી સમગ્ર વિશ્વ પીડાઈ રહ્યું છે ત્યારે ગુજરાતની પણ આવી ગંભીર પરિસ્થતિ છે. ગુજરાતમાં પણ કોરોરાનો વ્યાપ દિવસેને દિવસે વધી રહ્યો છે. ત્યારે…

હાલ જયારે કોરોનાથી સમગ્ર વિશ્વ પીડાઈ રહ્યું છે ત્યારે ગુજરાતની પણ આવી ગંભીર પરિસ્થતિ છે. ગુજરાતમાં પણ કોરોરાનો વ્યાપ દિવસેને દિવસે વધી રહ્યો છે. ત્યારે આવા સમયે મીડિયા કર્મીઓ ખુબ અગત્યની ભૂમિકાઓ બજાવતા હોય છે, મીડિયા કર્મીઓ પોતે દરેક લોકો સુધી સાચી અને સચોટ માહિતી પહોંચે તે માટે પોતે દિનરાત મહેનત કરતા હોય છે.

લોકડાઉનને કારણે પરપ્રાંતીયો વતન જવાની જીદ પર અડગ બન્યા છે. આજે રાજકોટના શાપર-વેરાવળમાં શ્રમિકોએ  વતન જવાની જીદ પકડી હતી. શ્રમિકો વિફર્યા હતા અને નેશનલ હાઇવે પર ઉતરી  આવ્યા હતા.  હાઇવે પર ચાલતા વાહનો રોકી ધોકાથી તોડફોડ કરી હતી. શ્રમિકોએ નેશનલ હાઇવે પર ડિવાઇડર પર ઉભા વૃક્ષો પણ ઉખાડ્યા હતા અને ધોકા લઇ ટ્રક, બસ કારના કાચ ફોડ્યા હતા.

શ્રમિકોએ પથ્થરમારો કરતા ચેનલના પત્રકાનું માથુ ફૂટતા લોહીલૂહાણ બન્યા હતા. આથી તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. પત્રકારના માથમાં ચાર ટાંકા આવ્યા છે. આ અંગે પત્રકારે કોઇ પોલીસ ફરિયાદ નોંધાવી નથી. શ્રમિકોએ પત્રકારનો કેમેરો પણ ઝૂંટવી લીધો હતો. ટોળાને સમજાવી રહેલા રાજકોટ જિલ્લા પોલીસ વડ બલરામ મીણા પર પણ પથ્થરનો ઘા થયો હતો તેવા અહેવાલ મળી રહ્યા છે. જો કે સદનસીબે તેઓ બચી ગયા હતા.

સ્થિતિ બેકાબૂ બનતા પોલીસના ધાડેધાડા નેશનલ હાઇવે પર ઉતરી આવ્યા હતા અને પરિસ્થિતિનિ કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. બેકાબૂ બનેલા ટોળાએ પથ્થરમારો અને તોડફોડ કરતા કેટલાક પોલીસ જવાનો અને પત્રકારને ઇજા પહોંચી હતી. આથી તેઓને સારવાર માટે નજીકની હોસ્પિટલે ખસેડ્યા છે. સ્થિતિને કાબૂમાં કરવા માટે જિલ્લામાંથી પોલીસને બોલાવવામાં આવી છે. ટ્રેન વ્યવસ્થા કરાઈ નથી તેવા મેસેજ શ્રમિકોમાં વાઇરલ થતાં ઉશ્કેરાયા હતા.

હાલ મામલો શાંત પડ્યો છે અને પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. શાપર વેરાવળ એસોસિએશને વધુ ટ્રેનની માંગ કરીશું તેવી શ્રમિકોને ખાતરી આપી હતી. એસપી બલરામ મીણાના કાન પાસેથી પથ્થર પસાર થતા તેને ઇજા પહોંચી હતી આથી તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. બલરામ મીણા એકલા દોડી ગયા હોવાથી શ્રમિકો ઉશ્કેરાયા હતા અને તેઓને 200 મીટર સુધી રોડ પર દોડાવ્યા હતા.

બાદમાં એસપી બલરામ મીણાએ બધા શ્રમિકોને એક જગ્યાએ એકત્રિત કર્યા હતા અને સમજાવ્યા હતા કે કાયદો હાથમાં ન લો. ગુજરાત સરકાર ટ્રેન મારફત તમામને મોકલી રહી છે. ધીરજ રાખો અને કોઇ પણ તોડફોડ કરશે કે ગેરકાયદેસરની પ્રવૃત્તિ કરશે તેની વિરૂદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. શ્રમિકોને બલરામ મીણાએ કહ્યું હતું કે શું તમે લોકો તંત્રને સાથ નહીં આપો તો ઘર જઇ શકશો તો જવાબમાં શ્રમિકોએ ના પાડી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *